Home » Gujarat » Bhuj » મુંબઇના મૂળ ગુજરાતી વેપારી છેલ્લા ત્રણ અઠવાડિયાથી ગુમ

News timeline

Entertainment
25 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
2 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
2 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
2 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
5 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
6 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

મુંબઇના મૂળ ગુજરાતી વેપારી છેલ્લા ત્રણ અઠવાડિયાથી ગુમ

મુળ કચ્છના પરંતુ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલા અને મોટા વ્યવસાયની સ્થાપના કરનારા ઉદ્યોગપતિ હર્ષદ ઠક્કર મુંબઈમાંથી લાપતા થઈ ગયે લગભગ 18 દિવસ જેટલો સમય થઇ ગયો છે. જેના કારણે તેમના પરિજનો ચિંતાતુર બન્યા છે. કચ્છી ઉદ્યોગપતિ હર્ષદ ઠક્કર ઘરેથી નિકળ્યા બાદ છેલ્લા 18 દિવસથી પરત ન આવતાં પરિજનો ચિંતિત બન્યા છે. તે 2 ઓક્ટોબરના રોજ મુંબઈના દાદરમાં આવેલી ઓફિસેથી લાપતા થયા હતા. તેઓ આશાપુરા ઈન્ટિમેટ સેશન લિમિટેડના માલિક હતા અને દેશમાં વેલેન્ટાઈન ગ્રુપ નામની રેડિમેડ ચેઈન ચલાવતા હતા. વેલેન્ટાઈન ગ્રુપના સુરત અને વડોદરા શહેરમાં 4 સ્ટોર સહિત દેશના અન્ય જાણીતા શહેરોમાં પણ સ્ટોર ચાલતા હતા.

વેલેન્ટાઈન ગ્રુપના CMD એવા હર્ષદ ઠક્કરને ગયા એક સપ્તાહમાં શેરબજારમાં જે કડાકો બોલાયો છે તેમાં ભારે નુકસાન થયું હતું. સપ્ટેમ્બરના અંતમાં તેમના વેલેન્ટાઈન ગ્રુપના શેરનો ભાવ 470 પરથી 370 પર આવી ગયો હતો. જેના કારણે તેમનું મોટું નુકસાન થયું હોવાથી હર્ષદ ઠક્કર લાપતા થયા હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. હાલમાં આશાપુરા ઇન્ટિમેટ્સ ફેશન લિમિટેડના શેરનો ભાવ 125 રૂપિયાની આસપાસ આવી ગયો છે.

આશાપુરા ઇન્ટિમેટ્સ ફેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ ઠક્કર ઘર છોડતા પહેલા એક નોટ મૂકીને ગયા છે, જેમાં જણાવાયું છે કે તેમણે ઘર છોડી દીધું છે અને તાજેતરના સમયમાં તે ભારે બિઝનેસ નુકસાનનો સામનો કરી રહ્યા છે. જેના કારણે તેઓ પોતાનું ઘર છોડીને જઇ રહ્યા છે આ સાથે જ નોટમાં જણાવાયું છે કે, તેઓ પોતાની કંપનીમાં રોકાણ કરનારા રોકાણકારોની માફી પણ માંગી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, દાદર પોલીસે હર્ષદ ઠક્કરને શોધી કાઢવા માટે એક સ્પેશ્યલ ટીમની રચના પણ કરી છે.