Home » Gujarat » Bhuj » અબડાસાના માજી ધારાસભ્ય છબીલ પટેલ વિરૃદ્ધ દિલ્હીમાં દુષ્કર્મની ફરિયાદ

News timeline

Delhi
46 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
49 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
57 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

અબડાસાના માજી ધારાસભ્ય છબીલ પટેલ વિરૃદ્ધ દિલ્હીમાં દુષ્કર્મની ફરિયાદ

ભુજ-  કોંગ્રસ અને ભાજપ બંનેના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા અને રાજ્યના બીજ નિગમના ડાયેરકટર છબીલ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ દિલ્હીમાં નોંધાઈ છે.  આ જ મત વિસ્તારના પૂર્વ વિાધાનસભ્ય જયંતી ભાનુશાળી સામે પણ થોડા મહિનાઓ અગાઉ આવી ફરિયાદ નોંધાઈ હતી અને ગુજરાત ભાજપ ચકરાવે ચઢી ગયો હતો. તો નલિયાકાંડ પણ અબડાસા મત વિસ્તારમાં થયો હતો અને રાજ્યસ્તરે ભાજપનો રંગ ફિકો પડી ગયો હતો.

નડીયાદની એક વિાધવાએ છબીલદાસ પટેલ વિરૃદ્ધ દિલ્હીના નોર્થ દ્વારકા પોલીસ માથકે ગત તા.૧૬ ઓક્ટોબરે આઈ.પી.સી.  ૩૭૬ હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હોવાની સોશિયલ મિડીયામાં વાયરલ થયેલી કોપીમાં જણાવાયુ છે . આ કેસમાં એવો આક્ષેપ કરાયો છે કે એન.જી.ઓ. શરૃ કરવાની લાલચ આપી ૨૦૧૭ના ફેબુ્રઆરી મહિનામાં દિલ્હીના સેક્ટર ૧૭ વિસ્તારના એક ફ્લેટમાં  લઈ ગયા હતા.

જ્યા ચા માં બેહોશીની દવા પીવડાવી તેને બેહોશ કરી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઉપરાંત મહિલાના ે અશ્લિલ ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આટલું ઓછું હોય તેમ વેપારીઓ અને નેતાઓને ફસાવવા ગોઠવાતી હનીટ્રેપમાં જે કહે તે બધુ કરવા દબાણ કર્યુ હતું. મહિલાઅુ એવો આરોપ પણ મૂક્યો છે કે,  પોતાને તાબે ન થાય તો તેના સંતાનોને મારી નાખવાની ધમકી આપી હતી.

રાજ્યની એક નંબરની વિાધાનસભા બેઠકના બે ધારાસભ્યો વિરુદ્ધ સમયાંતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા કચ્છ જિલ્લા ભાજપ ઉપરાંત પ્રદેશ ભાજપમાં પણ હડકંપ મચી ગયો છે. છબીલ પટેલ બીજ નિગમના ડાયરેકટર છે તો જયંતી ભાનુશાળી કેન્દ્રની સ્ટીલ ઓાથોરિટીમાં સભ્ય હોવાના કારણે ઉંચા કદના નેતાઓના કરતૂતોના કારણે ભાજપના ભવાડા સામે આવતાં આવા મુદ્દા વધુ ચર્ચાસ્પદ બનવા લાગ્યા છે. શિસ્તના નામે પાર્ટી ચાલતી હોવાના દાવા વચ્ચે આવી ફરિયાદોએ ભાજપની આબરુના લીરેલીરા કરી નાખ્યા હોવાનું પણ સપાટી પર આવતું રહ્યું છે.