Home » Gujarat » કેનેડાની વર્ક પરમીટ આપવાના બહાને 37.65 લાખની ઠગાઇ

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

કેનેડાની વર્ક પરમીટ આપવાના બહાને 37.65 લાખની ઠગાઇ

– બે એજન્ટો સામે કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ થતા તપાસ શરૂ

કલોલ- કેનેડાની વર્ક પરમીટ આપવાની લાલચ આપી નકલી વર્કવિઝા અને ઇમીગ્રેશન લેટર આપી ૩૭.૬૫ લાખની છેતરપીંડ આચરનાર બે એજન્ટો સામે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે.

વિદેશ જવાની હોડમાં સંખ્યાબંધ લોકો એજન્ટોની છેતરપીંડીનો ભોગ બન્યા હોવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે છેતરાયાનો અહેસાસ થતા મામલો પોલીસ મથકે પહોંચતો હોય છે.

ઘાનજમાં પણ બે એજન્ટોને વર્ક પરમીટના બહાના હેઠળ લાખોની છેતરપીંડી આચરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

ખાત્રજનો ભરતજી ચેહારાજી ઠાકોર અને અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી આનંદ વિહાર સોસાયટીમાં રહેતો ચંદ્રકાન્ત ગોપાલભાઇ પ્રજાપતિએ ઘાનજ ગામના સચીન નરેન્દ્રભાઇ પ્રજાપતિને કેનેડાની વર્ક પરમીટ આપવાનું કહી કેનેડાની વર્ક પરમીટ, ઇમીગ્રેશન લેટર તથા વર્ક વિઝાના અલગ અલગ નકલી લેટર બનાવી રૂપિયા ૧૯,૬૫,૦૦૦ ખંખેરી લીધા હતા. તથા અન્ય બે શખ્સો પાસેથી પણ આ રીતે ૧૮ લાખ ખંખેર્યા હતા.

નકલી લેટરની જાણ થતાં સચીન પ્રજાપતિએ એજન્ટનો સંપર્ક કરી પૈસા પરત માંગ્યા હતા. તેમ છતાં એજન્ટોએ પૈસા પરત આપ્યા નહોતા. જેથી સચિન પ્રજાપતિએ આ અંગે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભરતજી ઠાકોર અને ચંદ્રકાન્ત પ્રજાપતિ વિરૂદ્ધ છેતરપીંડીનો ગુનો દાખલ કરી બંનેની ઘરપકડ માટે દોડધામ શરૂ કરી છે.