Home » Gujarat » Gandhinagar » ગાંધીનગર: કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ

News timeline

Bollywood
7 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
9 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
11 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
13 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
15 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
16 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
16 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
17 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
17 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

ગાંધીનગર: કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ

ગાંધીનગર- ગાંધીનગર મહાનગરપાલિકામાં સોમવારે મેયર પદ માટેની ચૂંટણી યોજાવાની છે. ગાંધીનગરમાં મેયરની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં ફરીથી ચૂંટણી યોજાવાની છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપ પાસે 16 સભ્યો છે, જ્યારે કોંગ્રેસના 15 સભ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ ભાજપા પર આરોપ લગાવતા કહ્યું કે, કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના ભત્રીજા ચેતન પટેલ દ્વારા અંકિત બારોટનું અપહરણ કરવામાં આવ્યું છે. અંકિતના મામાના દિકરા કેતન પટેલ અને ગીરીશ મગન પટેલ 5 મીનિટનું કામ છે કહીને લઈ ગયા હતા. ત્યાર બાદ તેનો ફોન સ્વીચ ઓફ કરીને અજાણ્યા સ્થળે કેતન બારોટને ગોંધી રાખવામાં આવ્યો છે.

સીજે ચાવડાએ વધુમાં જણાવ્યું કે, હાઈકોર્ટનો આદેશ હોવાને કારણે હાલ માત્ર મેયરની ચૂંટણી જ થઈ શકે એમ છે. ડેપ્યુટી મેયર કે કારોબારીના ચેરમેન પદ માટે વ્યક્તિની ચૂંટણી કરી શકાય તેમ નથી. ભાજપ દ્વારા લોકશાહીને નેવે મુકીને સામ-દામ-દંડની નીતિ અપનાવવામાં આવી રહી છે. કોઈ પણ ભોગે સત્તા ટકાવી રાખવા માટે ભાજપ દ્વારા આ આખો ખેલ ખેલવામાં આવ્યો હોવાનો આરોપ સીજે પટેલ દ્વારા મૂકવામા આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા રવિવાર હોવા છતાં પણ કચેરી ખોલીને ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરની પણ તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી છે. આમ આ તમામ ઘટનાક્રમ જોતાં ભાજપ દ્વારા ષડયંત્ર ઘડાયું હોવાનો કોંગ્રેસનો આરોપ છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના ભત્રીજા કેતન પટેલનાં પત્ની પણ મેયર પદની હોડમાં હોવાને કારણે અંકિત બારોટનું અપહરણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા મેયર પદની ચૂંટણી બંધ રાખવાની માગ કરવામા આવી છે. જોકે, ભાજપ દ્વારા કોંગ્રેસના તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવીને ફગાવી દેવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહીના ભાગરૂપે અંકિત બારોટની શોધખોળ શરૂ કરી દીધી છે.