Home » Gujarat » Gandhinagar » ગાંધીનગર ખાતે નવા સચિવાલયમાં દીપડો ઘૂસ્યો

News timeline

Ahmedabad
2 hours ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
5 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
16 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
19 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
19 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
19 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
20 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
21 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
21 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
22 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
23 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

ગાંધીનગર ખાતે નવા સચિવાલયમાં દીપડો ઘૂસ્યો

– કર્મચારીઓ સહિત તમામના પ્રવેશને અટકાવાયોઃ દીપડાની શોધખોળ ચાલુ

ગાંધીનગર-રાતે બે વાગ્યાના અરસામાં સચિવાલયના ગેટ નંબર સાતથી દીપડો ઘુસ્યો હતો. ગેટ નંબર સાતના ઝાંપાની નીચે રહેલી જગ્યાએથી દિપડાએ સચિવાલય સંકુલમાં દબાતા પગલે પ્રવેશ કર્યો હતો. દિપડોગેટ નંબર ચાર અને છની વચ્ચે ફરતો હોવાની આશંકા છે અને વનવિભાગે દીપડાને પાંજરેપુરવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ છે.

દીપડાને શોધવા વનવિભાગ ઉપરાંત પોલીસ અને સલામતી શાખાના જવાનો સવારથી જહેમત ઉઠાવી રહ્યા છે. સચિવાલયમાં કર્મચારીઓનો પ્રવેશ પણ રોકી દેવાયો છે.

સીસીટીવી ફુટેજમાં દીપડો સચિવાલયમાં ઘૂસ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યાં છે. દીપડાને ટ્રેસ કરવા માટે પણ સીસીટીવીની મદદ લેવાઇ રહી છે. તમામ બેઝમેન્ટ અને ઝાંડી ઝાંખરા ધરાવતા વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરાઇ છે. દીપડાને પાંજરે પૂરવા માટે સચિવાલયમાં પાંજરા પણ ગોઠવાયા છે. વનવિભાગના સોથી વધુ કર્મચારીઓ દીપડાને પકડવા પકડવા માટે કવાયત કરી રહ્યા છે.