Home » Gujarat » Ahmedabad » ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ બેકાબુ ઃ ૨ દિવસમાં ૫ સહિત કુલ ૬૧ વ્યક્તિના મૃત્યુ

News timeline

Ahmedabad
1 hour ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
16 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
19 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
19 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
19 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
20 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
21 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
21 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ બેકાબુ ઃ ૨ દિવસમાં ૫ સહિત કુલ ૬૧ વ્યક્તિના મૃત્યુ

ગુજરાતમાંથી ૮ વર્ષમાં સ્વાઇન ફ્લૂના કુલ ૧૮૪૨૧ કેસ, ૧૩૪૯ના મોત

સ્વાઇન ફ્લૂના ૮ નવા કેસ નોંધાયા ઃ ઠંડી વધતા સ્વાઇન ફ્લૂ વધુ કેર વર્તાવે તેવી દહેશત

અમદાવાદ- અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂએ કાળ બનીને ત્રાટકવાનું જારી રાખ્યું છે. શનિવારે ત્રણ બાદ આજે વધુ બે વ્યક્તિના સ્વાઇન ફ્લૂથી મૃત્યુ થયા હતા.આ સાથે જ ગુજરાતમાં ૨૦૧૮ના વર્ષમાં ૬૧ વ્યક્તિ સ્વાઇન ફ્લૂ સામે જીવ ગુમાવી ચૂકી છે. આજે સ્વાઇન ફ્લૂના વધુ ૮ નવા કેસ નોંધાયા હતા.

આજે મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાંથી ૧-૧ વ્યક્તિનું સ્વાઇન ફ્લૂથી મૃત્યુ થયું હતું. આ ઉપરાંત કચ્છ જિલ્લામાંથીમ ૬, વડોદરા, અમદાવાદ શહેરમાંથી સ્વાઇન ફ્લૂના ૧-૧ એમ કુલ ૮ નવા કેસ આજે નોંધાયા હતા. ૧ જાન્યુઆરી ૨૦૧૮થી અત્યારસુધી સ્વાઇન ફ્લૂના ૧૮૬૭ કેસ નોંધાયા છે. આ પૈકી ૧૬૭૪ વ્યક્તિઓએ સ્વાઇન ફ્લૂને મા’ત આપેલી છે. ૧૩૨ વ્યક્તિ હજુ પણ સ્વાઇન ફ્લૂ સામે સારવાર હેઠળ છે.

તબીબોના મતે શિયાળામાં સ્વાઇન ફૂલૂનો કેર હજુ પણ વધે તેવી સંભાવના છે. સ્વાઇન ફ્લૂથી બચવા માટે જાહેર સ્થળોએ જતી વખતે મોઢા પર મેડિકલ માસ્ક બાંધવું હિતાવહ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી ૨૦૧૧થી ૨૦૧૮ ૮ વર્ષમાં સ્વાઇન ફ્લૂના કુલ ૧૮૪૨૧ કેસ નોંધાયા છે અને ૧૩૪૯ વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ, પ્રતિ વર્ષે સરેરાશ ૧૬૮ વ્યક્તિ સ્વાઇન ફ્લૂ સામે જીવ ગુમાવે છે. ૨૦૧૫ના વર્ષમાં સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ ૫૧૭ વ્યક્તિના મૃત્યુ થયા હતા.  ૨૦૧૮ના વર્ષમાં સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ત્રીજા સ્થાને છે.