Home » Gujarat » Ahmedabad » નિવૃત્ત IPS ને ધમકી : ‘રૃપિયા આપો, નહિતર આપઘાત કરી ફસાવી દઇશ’

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
15 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
15 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
15 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
15 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

નિવૃત્ત IPS ને ધમકી : ‘રૃપિયા આપો, નહિતર આપઘાત કરી ફસાવી દઇશ’

બાપુનગરના યુવકે મેગેઝીનના નામ રૂ. 56 હજાર પડાવ્યા

મેગેઝીન શરૃ નહી કરી બીજા રૃપિયાની માંગણી કરનારા યુવક સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધ્યો

અમદાવાદ- મેમનગરમાં રહેતા નિવૃત્ત આઇપીએસ અધિકારી પાસે બાપુનગરમાં રહેતા યુવકે માસિક મેગેઝીન શરૃ કરવા માટે રૃા. ૫૬ હજાર લીધા હતા. જો કે સમયસર મેગેઝીન ચાલું કર્યું ન હતું અને બીજા રૃપિયાની માંગણી કરી હતી. એટલું જ નહી રૃપિયા નહી આપો તો આપઘાત કરીને ફસાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે મેમનગરમાં શીતલ છાયા, સ્ટલિંગ સોસાયટી ખાતે રહેતા નિવૃત્ત આઈપીએસ અધિકારી અંબાલાલ.એમ. ચૌહાણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે બાપુનગરમાં ડી, ૧૯, ડિસ્પેન્સરી સામે શુભલક્ષ્મી ફ્લેટમાં રહેતા સાગર અમદાવાદીએ સાગર માસિક મેગેઝીન શરૃ કરવાની વાત કરી હતી અને તે માટે રૃા. ૫૬ હજાર લીધા હતા જે અંગે તા. ૧૯ના રોજ લેખીત કરાર કર્યો હતો.

ત્યારબાદ સાગરે ફોન કરીને નીત નવા બહાને બનાવીને બીજા રૃપિયાની માંગણી કરી હતી. ગઇકાલે રૃા. ૨૦ હજારની માંગણી કરી હતી જેથી અધિકારીએ રૃપિયા આપવાનો ઇન્કાર કરતાં તેણે ધમકી આપી હતી કે જો તમે રૃપિયા નહી આપો તો આપઘાત કરીશ તેના માટે તમને જવાબદાર ઠેરવીશ. આ ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસે સાગર સામે ઇપીકો કલમ ૪૦૬ અને ૫૦૩ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.