Home » Gujarat » Ahmedabad » નડિયાદ: ‘હા હું 1 વર્ષથી દોઢ વર્ષની મારી દીકરી પર દુષ્કર્મ કરતો’

News timeline

Ahmedabad
2 hours ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
5 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
16 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
19 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
19 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
19 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
20 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
21 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
21 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
22 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
23 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

નડિયાદ: ‘હા હું 1 વર્ષથી દોઢ વર્ષની મારી દીકરી પર દુષ્કર્મ કરતો’

નડિયાદમાં પાંચ દિવસ અગાઉ એક અઢી વર્ષની બાળકી પર તેના જ પિતા અને દાદા – દાદી સહિત અન્ય બે સંબંધીઓએ દુષ્કર્મ આચર્યાની રૂવાંડા ઉભા કરી દે તેવી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ઘટના એટલી સંવેદનશીલ અને ગંભીર છે કે આ અંગે પોલીસે પણ ખુબ જ ગુપ્તરાહે તપાસ આરંભી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે બાળકીની માતાની ફરિયાદને આધારે પિતા સહિત અન્ય ચાર સહઆરોપીની અટક કરી તેમને કોર્ટમાં રજુ કરતાં કોર્ટે સહઆરોપીઓને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જ્યારે પિતાના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવા પામ્યા છે.

રિમાન્ડ દરમિયાન આરોપી પિતાએ પોતે વારંવાર માસુમ બાળકી પર શારિરીક અત્યાચાર કર્યો હોવાની કબુલાત કરી છે, અને પોતે જો બાળકી સાથે દુષ્કર્મ ન કરે તો દાદા – દાદી માર પણ મારતા હતા. આ ચોંકાવનારા ખુલાસાએ સમગ્ર પંથકને હચમચાવી મુક્યું છે.

પાંચેક દિવસ અગાઉ નડિયાદમાં અઢી વર્ષની માસુમ બાળા પર પોતાના પિતા અને દાદા – દાદી, દાદીની માસી અને માસીના મિત્ર દ્વારા શારિરીક અત્યાચાર ગુજારવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે અંગે બાળકીની માતાએ હિંમત દાખવી તેના પતિ સહિત સાસુ સસરા અને અન્ય બે ની વિરુદ્ધમાં નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદને આધારે પાંચેય ઈસમોની અટક કરી હતી. અને પુરા થતા 24 કલાકમાં જ કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં કોર્ટે ગત તા.1 નવેમ્બરના રોજ આરોપી પિતાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

જ્યારે ચાર સહઆરોપીઓને જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી પિતાનું મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું. જે અમદાવાદ એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યું હતું. જેનો રીપોર્ટ આવતા વધુ ચોંકાવનારી વિગતો સામે આવી શકે તેવી શક્યતાઓ હોવાનું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજે આરોપી પિતાના બે દિવસના રિમાન્ડ પુરા થતાં નડિયાદ ટાઉન પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજુ કરાયો હતો. જેમાં કોર્ટે આરોપી પિતાને બિલોદરા જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો.