Home » Gujarat » અંકલેશ્વરમાં સામસામે ગોળીબાર બે પોલીસ અને બે ગેંગસ્ટર ઘાયલ

News timeline

Ahmedabad
2 hours ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
5 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
16 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
19 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
19 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
19 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
20 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
21 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
21 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
22 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
23 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

અંકલેશ્વરમાં સામસામે ગોળીબાર બે પોલીસ અને બે ગેંગસ્ટર ઘાયલ

સામસામે ૧૦ રાઉન્ડ ફાયરિંગમાં એક કલાક સુધી ચાલેલી અથડામણ

ભરૃચ- વહેલી સવારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અરૃણોદય સોસાયટીના વિસ્તારમા વડોદરા આર.આર. સેલ, ભરૃચ એલસીબી, એસઓજી, અંકલેશ્વર પોલીસ સહિતે ફિલ્મી ઢબે ખુંખાર પરપ્રાંતીય બે ગેંગસ્ટરોને ઝડપી પાડયા હતા. જોકે સમગ્ર ઘટનાક્રમમાં આરોપીઓ અને પોલીસ વચ્ચે સામસામે ૧૦ રાઉન્ડ ગોળીબાર થયા હતા. જેમા બે પોલીસ કર્મચારી અને બંને ગેંગસ્ટર ઘાયલ થયા હતા. આરોપીઓ કયા ગુનાને અંજામ આપવા આવ્યા હતા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ભરૃચ, અંકલેશ્વર સહિત રાજય અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજયોમા ખૂન, લૂંટ, ધાડ તેમજ ઈન્દોર ખાતે નાર્કોટીકસ કંટ્રોલ બ્યૂરો દ્રારા નશીલા દ્રવ્યોની હેરાફેરીમા ગુનેગારો સાથે વરણામા પોલીસ મથકના સ્વીફટ ડિઝાયર લૂંટના ગુનામાં કોર્ટમાં મુદત હોય ભરૃચ પોલીસના જાપ્તામા સરકારી વાહનમા હથિયારી ગાર્ડ સાથે આ ગેંગસ્ટરો જઈ રહ્યા હતા.

વરણામા પાસે પોલીસ વાનના ડ્રાઈવરને ચાલુ વાહને ગળેટૂંપો આપી પોલીસ જવાન પાસેથી તેનુ હથિયાર આંચકી લેવાનો પ્રયાસ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જયારે વાલિયા ટાઉનમાં જાપ્તામા આવેલી મધ્યપ્રદેશ પોલીસનુ ખાનગી વાહનમા અપહરણ કરી તેમને માર મારી રૃપિયા ૫૦૦૦ ની લૂંટ કરી ચાલુ વાહને તેમને ફેંકી દઈ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા હતા.

આવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓ એવા બુટુલ તેમજ તેના સાગરીતો કોઈ ગંભીર પ્રકારનો ગુનો કરવા અંકલેશ્વર ખાતે અરૃણોદય સોસાયટીમાં આવ્યા હોવાની અને તેઓ મહિન્દ્રા એક્ષયુવી કાર લઈને આવ્યા હોવાની બાતમી વડોદરા રેંજ આર.આર. સેલને મળતા તેમણે ભરૃચ જિલ્લા પોલીસને જાણ કરી હતી. આરઆર સેલ, ભરૃચ એલસીબી, એસઓજી તથા અંકલેશ્વર પોલીસે ખુંખાર ગેંગસ્ટરોને ઝડપી પાડવા ટીમો બનાવી હતી. પોલીસની અલગ અલગ ટીમ સ્થળ પર પહોંચતા મહિન્દ્રા એકસયુવી ને પોલીસ કાફલાએ કોર્ડન કરી હતી. કારમા બેસેલા આરોપીઓને પોલીસે સરન્ડર થઈ જવા જણાવ્યુ હતુ. જોકે ગેંગસ્ટરોએ કારમાંથી ફાયરીંગ શરૃ કરતા પોલીસે એકશનમા આવી વળતા જવાબ રૃપે હવામા ફાયરીંગ કરી ગેંગસ્ટરોને પડકાર ફેંકી તાબે થવા ચેતવણી આપી હતી. ગેંગસ્ટરોએ સરન્ડર નહિ થઈ પોલીસ સાથે અથડામણમા ઉતર્યા હતા. ફરીથી ગેંગસ્ટરોએ ફાયરીંગ કરતા પોલીસે સ્વરક્ષણ માટે ફાયરીંગ કરવાની ફરજ પડી હતી.