Home » Gujarat » Gandhinagar » ગાંધીનગર: નવા સચિવાલય પહોંચેલો દીપડો પાંજરે પૂરાયો

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
2 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
4 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
4 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
4 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

ગાંધીનગર: નવા સચિવાલય પહોંચેલો દીપડો પાંજરે પૂરાયો

ગાંધીનગરમાં ગઇકાલે મોડી રાત્રે નવા સચિવાલયમાં દીપડો ઘૂસ્યો હતો અને સચિવાલયમાં તેના લટાર મારતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. પરંતુ પરંતુ લાંબા સમયની શોધખોળને અંતે દીપડાનું લોકેશન રાજભવન નર્સરી અને પોલીસ વન વચ્ચે મળ્યું હતું.

12 કલાકથી વધારે સમય બાદ દીપડો આખરે પુનિત વનમાંથી પાંજરે પૂરાયો હતો. ઉલ્લેખનીય છે કે દીપડો સચિવાલયથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ રાજભવન નર્સરી અને પોલીસ વન આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. વન વિભાગે દીપડાને પકડી પાડવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. ત્યારબાદ સચિવાલય રાબેતા મુજબ ચાલી કરી દેવાયું છે.

મોડી રાત્રે સચિવાલયમાં દીપડો ઘૂસ્યો હોવાની ઘટનાની જાણ થતાં વનવિભાગ અને પોલીસની ટીમ કરાતાં સચિવાલય દોડી ગઈ હતી. દીપડાને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસીને શોધખોળ આદરવામાં આવી હતી. રાજ્યના વિવિધ વિસ્તારોમાં માનવ રહેણાંક દીપડો ઘૂસ્યાના બનાવ સામે આવતા હોય છે ત્યારે આજે રાજ્ય સરકારના કર્મચારીઓ કામ કરાતં હોય છે તે જગ્યાએ દીપડો દેખાતા રીતસરનું વન વિભાગ દોડતું થઇ ગયું હતું. સાથો સાથ એક ચર્ચા એ પણ થઇ રહી છે કે આટલી બધી સુરક્ષાની વચ્ચે દીપડો અહીં પહોંચ્યો કંઇ રીતે?

ગાંધીનગરમાં નવા સચિવાયલમાં દીપડો ઘૂસ્યાની માહિતી સામે આવતા જ વનવિભાગની ટીમ નવા સચિવાલય પહોંચીને દીપડાને પાંજરામાં પૂરવા માટે જહેમત ઉઠાવી રહી હતી. દીપડો ક્યાં છે તે ચકાસવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. દીપડોનું લોકેશન મેળવીને તેને પાંજરે પૂરવા માટે વનવિભાગની ટીમે કામગીરી હાથ ધરી છે.