Home » Gujarat » Bhuj » કચ્છના ભાજપના નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા દિલ્હી પોલીસના ધામા

News timeline

Delhi
7 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
9 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
18 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
21 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
24 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
25 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
27 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
28 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

કચ્છના ભાજપના નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા દિલ્હી પોલીસના ધામા

કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા છબીલ પટેલ સામે દિલ્હીમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા દિલ્હીની દ્વારકા પોલીસ હાલ છબીલ પટેલની ધરપકડ કરવા ગુજરાત પહોંચી છે. ભુજના સરદાર પટેલ નગરમાં સેક્ટર ચારમાં છબીલ પટેલ પરિવાર સાથે રહે છે. પણ અત્યારે હાલ છબીલ પટેલ પરિવાર સાથે બહારગામ ગયા હોવાથી તેમનું ઘર બંધ જોવા મળ્યું હતું. છબીલ પટેલ ક્યાં છે કોઈને પણ ખબર નથી. છબીલ પટેલનો મોબાઈલ ફોન પણ સતત બંધ આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસ હાલ છબીલ પટેલના અમદાવાદ તેમજ ભુજમાં આવેલા મકાન તથા માંડવીમાં આવેલી તેમની હોટલ પર તપાસ કરે તેવી શક્યતા છે. હાલ ધરપકડથી બચવા માટે છબીલ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

દિલ્હી પોલીસ ભાજપ નેતા છબીલ પટેલની ધરપકડ કરશે અથવા નિવેદન નોંધીને પરત ફરશે.એક વિધવા મહિલાએ કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ વિરુદ્ધ દિલ્હીના દ્વારકા (પૂર્વ) પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, બ્લેકમેઈલ અને જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ દિલ્હી પોલીસ છબીલ પટેલની ધરપકડ કરવા માટે ગુજરાત આવી છે. પરંતુ, દિલ્હી પોલીસને નિરાશા હાથ લાગી, કારણ કે, છબીલ પટેલ ધરપકડથી બચવા માટે રફૂચક્કર થઈ ગયા હોવાનું કહેવાય છે.