Home » Gujarat » Ahmedabad » એલિસબ્રિજના યુવકે રિવોલ્વર બતાવી કહ્યું સબંધ નહી રાખે તો મારી નાખીશ

News timeline

Delhi
4 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
4 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
6 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
6 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
6 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
6 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
7 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
7 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
7 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
7 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
8 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
8 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

એલિસબ્રિજના યુવકે રિવોલ્વર બતાવી કહ્યું સબંધ નહી રાખે તો મારી નાખીશ

લગ્ન કરવાનો ઇન્કાર કર્યા બાદ યુવક પીછો કરીને ધમકાવતો હતો

અમદાવાદ- ચાદખેડામાં રહેતી મહિલાને એલિસબ્રિજમાં રહેતા યુવકે રિવોલ્વર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ચાંદખેડા પોલીસે દિપક પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાંદખેડામાં ન્યુ સીજી રોડ પર સજાનસીટી બગલોઝમાં રહેતા પૂર્ણાબહેન પરસોત્તમભાઇ પટેેેલ (ઉ.વ. ૪૫)એ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે કે અગાઉ પ્રેમલગ્ન થયા બાદ ૨૦૧૩માં છૂટાછેડા થયા હતા ત્યારબાદ બીજા લગ્ન કરવા માટે વેબસાઇટ પર જાહેરાત આપી હતી. જેથી એલિસબ્રિજ વિસ્તારમાં કે.પી. વિદ્યાર્થી ભવન ખાતે રહેતા દિપકભાઇ ચન્દ્રકાન્તભાઇ પટેલે ફોનથી સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બન્ને એકબીજાનેે મળતા હતા, એક સમયે લગ્ન કરવા માટે તૈયારી પણ બતાવી હતી. પરંતુ સમય જતાં વિચારોમાં મતભેદ થતાં સબંધની ના પાડી હતી.

ત્યારબાદ મિત્ર તરીકે મળતા હતા, દિપકભાઇ લગ્ન કરવા સમજાવતા હતા જો કે ફરિયાદીએ લગ્ન કરવાનો ઇન્કર કરી દીધો હતો, તેમ છતાં યુવક પીછો કરતો હતો, ગત તા. ૬ના રોજ ફરિયાદી સવારે ચાંદખેડામાં શુકન ઓર્ચિડ ખાતે જતા હતા ત્યારે દિપક પટેલ ત્યાં આવ્યા હતા અને કમ્પાઉન્ડમાં યુવકે રિવોલ્વર બતાવીને કહ્યું કે તુ મારી સાથે સબંધ નહી રાખે તો હુ તને મારી નાંખીશ આ પ્રમાણે ધમકી આપીને યુવક ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટના અંગે ચાંદખેડા પોલીસે યુવક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.