Home » Gujarat » Ahmedabad » સાબરમતિ નદીના રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રોમ બનાવવા સર્વેનો પ્રારંભ

News timeline

India
24 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

સાબરમતિ નદીના રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રોમ બનાવવા સર્વેનો પ્રારંભ

અમદાવાદ : સાબરમતિ રિવરફ્રન્ટ પર આગામી વર્ષે વોટર એરોડ્રોમ કાર્યરત થઈ જવાની શક્યતા છે. અમદાવાદ જ નહિ, રાજ્યમાં પાલિતાણાના શેત્રુંજી ડેમ અને કેવડિયા નર્મદા ડેમ અને ધરોઈ ડેમ ખાતે વોટર એરોડ્રોમ બનાવવા માટે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્યન મંત્રાલય દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ યોજના શરૂ થતાં જ અમદાવાદીઓ એક જ દિવસમાં બેથી ત્રણ સ્થળોએ સી-પ્લેન દ્વારા મુસાફરી કરી શકશે.

અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ પર વાસણા ડેમ તરફ અને ઇન્દિરાબ્રિજ તરફના કિનારા પર વોટર એરોડ્રોમ બનાવવા અંગે સર્વે કરવાની કામગીરી શરૂ કરાઈ છે, જેના માટે અધિકારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગના સચિવે જણાવ્યું હતું કે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રોમ અંગેની કામગીરી માટે અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટરની મેન્ટોર તરીકે નિમણૂક કરાઈ છે. રાજ્યમાં અન્ય ચાર જગ્યાએ પણ વોટર એરોડ્રોમ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.

આ યોજનાથી વિવિધ સ્થળોની કનેક્ટિવિટી અને ટૂરિઝમને પ્રોત્સાહન મળશે. વિદેશી અને સામાન્ય પ્રવાસીઓની સંખ્યામાં અનેકગણો વધારો થશે. સી-પ્લેન પાણીમાં ઊતરે કે ટેક ઓફ કરે, પરંતુ તે માટે નજીકમાં એરોડ્રોમ જરૂરી હોય છે એટલે સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર સરોવર નર્મદા ડેમ, ધરોઈ ડેમ અને શેત્રુંજય પાસે ક્યાં આ સ્થળ યોગ્ય છે તે અંગે પ્રી-ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરી અમદાવાદ, વડોદરા અને ભાવનગર એરપોર્ટ ડાયરેક્ટરે આપવાનો રહેશે. સાબરમતિ નદીમાં, ધરાઇ ડેમ અને શેત્રુંજય ડેમ ખાતે ખુલ્લા પાણીમાં વોટર એરોડ્રોમ બનાવવાનું આયોજન છે. આ અધિકારીઓને ચાર દિવસ અગાઉ કામગીરીનો ઓર્ડર થયો છે.