Home » Gujarat » રાજકોટમાં બબ્બે મુમુક્ષુના સંયમ મહોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા

News timeline

India
1 day ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

રાજકોટમાં બબ્બે મુમુક્ષુના સંયમ મહોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા

રાજકોટ: મુમુક્ષુ ઉપાસનાબેન સંજયભાઈ શેઠ અને ગુજરાત એસ.એસ.સી.બોર્ડમા છઠ્ઠા ક્રમાંકે ઉતીર્ણ થયેલ મુમુજ્ઞાુ આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળા આ બંને આત્માઓ નમ્રમુનિ મહારાજ સમીપે તા.૯-૧૨-૧૮ના દિવસે ભાગવતી જૈન દિક્ષા અંગીકાર કરવા થનગની રહ્યા છે. રાજકોટ સ્થાનકવાસી જૈન સમાજમા એક સાથે બબ્બે મુમુક્ષુ આત્માઓના સંયમ મહોત્સવને ઐતિહાસિક રીતે ઉજવવા સંગમ નગરી રાજકોટના જૈન જૈનેતર પરિવારોમા અનેરા ઉત્સાહના દર્શન થઈ રહ્યા છે.

આજના તા.૨-૧૨-૧૮ના સૂર્યોદયે અજરામર સંઘના ઉપક્રમે મુમુક્ષુ આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળાના નિવાસસ્થાનેથી સંયમી આત્માઓની શોભાયાત્રાનો સવારના ૭-૩૦ કલાકેથી શુભારંભ થયો હતો. અને અજરામર ઉપાશ્રાય, કરણપરા ચોક, ભૂતખાના ચોક, મનહર પ્લોટ સહિત વિસ્તારોમા થઈને ડુંગર દરબારમા ધર્મસભામા પરિવર્તિત થઈ હતી.સંઘ દ્વારા મુમુક્ષુ આત્માઓનું અભિવાદન કરવામા આવ્યું હતુ.

સાથે સાથે શોભાયાત્રામા અષ્ટ મંગલ સાથે આઠ સુશોભિત કાર, કળશધારી બહેનો, રાસ મંડળી તથા બેન્ડવાજાની ટીમ દ્વારા સંગીતના સુમધૂર સુરાવલીથી ભકિતમય માહોલના દર્શન થયા હતા. અજરામર જૈન શાળાના બાળકો તથા લુક એન લર્નના બાળકો દ્વારા જુદી જુદી પ્રસ્તુતી કરવામા આવી હતી.. ઠેર-ઠેર આકર્ષક રંગોળી કરી શોભાયાત્રાને આવકારવામા આવી હતી.