Home » Gujarat » રાજકોટમાં મહંતસ્વામીનું આગમનઃ ભવ્ય સ્વાગત- સામૈયું

News timeline

India
1 day ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

રાજકોટમાં મહંતસ્વામીનું આગમનઃ ભવ્ય સ્વાગત- સામૈયું

સ્વાગત સભામાં સંતો, કાર્યકરો અને ૭ હજાર ભાવિકોની ઉપસ્થિતિ

રાજકોટ : પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ તા. ૫થી ૧૫ ડિસેમ્બર દરમયાન માધાપર મોરબી બાઈપાસ રોડ રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામીનારાયણ નગરમાં દિવ્યતાથી ઉજવાશે. ત્યારે બીએપીએસ સંસ્થાના વડા મહંતસ્વામીનું રાજકોટમાં આગમન થયું હતું. ત્યારે ભવ્ય સ્વાગત અને સામૈયું કરવામાં આવ્યું છે. હરિભક્તોમાં હરખની હેલી જોવા મળી છે.

જન્મજયંતિ મહોત્સવ નિમિતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે બીએપીએસ સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહંતસ્વામી મહારાજનું આગમન થયું છે. આ અવસરે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવની ઉજવણીના ઉપક્રમે તેઓ રાજકોટ પધાર્યાં છે.

મહંતસ્વામી મહારાજ તા. ૨થી તા. ૧૬ ડિસેમ્બર રવિવાર સુધી ૧૨ દિવસ રાજકોટમાં રોકાણ કરશે. જે દરમયાન પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. મહંતસ્વામી મહારાજના સ્વાગત માટે મંદિર પરિસરને ચાકળા, તોરણો, ટ્રેડિશનલ ઝુમ્મર, ફ્લાવર પોટ તેમજ ફુલોની રંગોળી અને ધજાઓથી અદ્ભૂત રીતે શણગારવામાં આળ્યું છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ બાળકોએ દીવડાઓથી ગુરૂહરિને વધાવ્યાં હતાં.

સ્વાગતસભામાં મુખ્યમંચને સુશોભિત કરવામાં આવ્યું હતું. સંતોએ સ્વામીના આગમનને આવકાર્યા હતાં. આ સ્વાગત સમારોહમાં સંતો, કાર્યકરો અને ૭ હજારથી વધુ ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં.