Home » Gujarat » આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાનું ભૂત, ભુવાએ નખમાં ડાકણને બતાવી

News timeline

Gandhinagar
1 hour ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
1 hour ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાનું ભૂત, ભુવાએ નખમાં ડાકણને બતાવી

છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશનની હદના ભોરદા ગામે કુદરતી રીતે મૃત્યુ પામેલી મહિલાને ડાકણ ખાઇ ગયાનો વહેમ એક ભુવાએ ઘર કરી આપતા બીજી એક નિર્દોષ મહિલાનું ડાકણ સમજી માથુ ધડથી જુદું કરી બદલો લેવામાં આવ્યો હતો.

આ ઘટનામાં મધ્યપ્રદેશના એક ભુવાએ નખમાં કહેવાતી ડાકણ મહિલાને બતાવી હતી તેવી વાત સામે આવી છે. 21મી સદીમાં પણ ભુત – પ્રેત, ડાકણ, પીશાચના વ્હેમ આધારે માનવ વધની આવી ઘટનાઓ બનતી રહે છે તે ખુબજ આઘાતજનક બાબત છે.

છગનભાઇ માલસીંગભાઇ રાઠવા રહે. ભોરદાની માતા હજી પંદર દિવસ પહેલાં જ કુદરતી રીતે મોતને ભેટી હતી. આ મહિલાના મોત અંગે કેટલાકે સવાલો ઉભા કરી છગનના મનમાં શંકા ઉભી કરી આપી હતી કે, આમ કંઇ રોગ ન હોવા છતાં અચાનક મૃત્યુ કેમ? આ શંકાનો કીડો તેને ભુવા સુધી દોરી ગયો. મધ્યપ્રદેશનો એક ભુવો નાના બાળકના નખમાં જોઇ કોણ કારણ છે તે જણાવી આપે છે તે વાત અત્રે પ્રચલિત છે જેથી છગન તે ભુવાને ત્યાં એક બાળકીને લઇ પહોંચ્યો હતો. ભુવાએ જરૂરી વિધિઓ કરી અને બાળકીના નખમાં જોવા લાગ્યો.

છુટ્ટા બાલ સાથે ધુણતા ભુવાએ કોઇક હોરર ફિલ્મનો પ્લોટ ચાલતો હોય તેવી અદામાં 10 વર્ષના બાળકના નખમાં ટીકી ટીકીને જોતો રહ્યો અને ભાળકને કહ્યું કે, જો નખમાં શું દેખાય છે? બાળકે તેના ભ્રમને આધારે કોઇક મહિલા દેખાતી હોવાનું જણાવ્યું અને ભુવાએ એ વાતનું પ્રમાણ આપી દીધું કે, નખમાં દેખાતી મહિલા એજ ડાકણ છે !

છગને તેની શંકાઓ ગામની રેશલીબેન રાઠવા સાથે સાંકળી 15 દિવસ પહેલા જ મૃત્યુ પામેલી તેની માતાની હત્યારી આજ રેશલી ડાકણ છેનું મનોમન પાકુ કરી તેના મિત્રોની મદદથી રેશલીબેન રાઠવાનું ઢીમ ઢાળી દેવાનું નક્કી કર્યું. મુકેશ સેંગલા રાઠવા અને ત્રીજો વ્યક્તિ મળીને તેમણે રેશલીને ઘરે જઇ તેનુ ગળુ કાપી નાખ્યું. ડાકણ બદલો લેવા આવશે તેમ માની કાપેલું માથુ સાથે લઇ જઇ નદીમાં દાટી આવ્યા. જોકે પોલીસમાં ફરિયાદ નોંધાતા પીએસઆઇ હિમાંશુ ગામીતે તપાસ હાથ ધરતા પ્રારંભે કોઇ પુરાવા હાથ લાગ્યા ન હતા.