Home » Gujarat » Ahmedabad » ૧,૨૦૦ કરોડના કૌભાંડી જાડેજાપોન્ઝી સ્કીમ ચાલુ કરતા ઝડપાયો

News timeline

India
1 day ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

૧,૨૦૦ કરોડના કૌભાંડી જાડેજાપોન્ઝી સ્કીમ ચાલુ કરતા ઝડપાયો

અમદાવાદ – જય માડીના ઓથા હેઠળ લોકોને એકના ડબલ કરી આપવાની લાલચ આપીને અશોક જાડેજા એન્ડ કંપનીએ દેશભરમાં ૧,૨૦૦ કરોડનું ફુલેકુ ફેરવ્યુ હતુ.જેમાં અશોક જાડેજા સામે વર્ષ ૨૦૦૮માં ગુજરાત સહિત દેશભરમાં ૧૨૬થી વધુ ગુના નોધાતા તાજેતરમાં અશોક જાડેજા જામીન પર મુકત થયો હતો. જામીન પર મુકત થતાની સાથે એક ના ડબલ કરી આપવાની નવી સ્કીમ મુકતા છારાનગરના લોકો ભોગ બન્યા હતા. રૂ.૨૮.૫૮ લાખનું રોકાણ કરનાર મનીષ રસિકલાલ રાઠોડએ સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ ક્રાઈમ બ્રાન્ચે સોંપી હતી. જય માડી ઉર્ફે અશોક જાડેજા અગાઉના ૧ હજાર કરોડના કૌભાંડમાં પકડાયો હતો. વર્ષ ૨૦૦૯માં કરેલી કૌભાંડની સ્કિમમાં ૧ વર્ષ અગાઉ જ જામીન પર અશોક જાડેજા જેલમાંથી છૂટયો હતો. તેવામાં બહાર આવી તેને અને તેના સાગરીતો સાથે મળી ફરી પંદર દિવસમાં એક ના ડબલ અથવા દોઢા કરી આપવાની સ્કિમ શરુ કરી હતી.

સરખેજ પોલીસ સ્ટેશનમાં મનીષ રસીકલાલ રાઠોડે અશોક જાડેજા સહિતના શખસો સામે રજૂઆત કરી હતી. ૨૩.૫૮ લાખની છેંતરપિડીની ફરિયાદ નાંધાઇ હતી. અશોક જાડેજા અને તેના સાગરીતો પ્રવિણ ઉર્ફે પોપટ લક્ષ્મીચંદ રાઠોડ, ભારત લક્ષ્મીચંદ રાઠોડ, ધવલ મનોજ રાઠોડે અગાઉ પણ એક કા તીન અને એક ના ડબલ કરવાની સ્કિમો ચલાવી હતી. ફરિયાદમાં પોલીસે અશોક જયરામ જાડેજા સહિત તેના ત્રણ સાગરીતોની ધરપકડ કરી છે. હજુ પણ કાન્તી, લક્ષ્મીચંદ, ગીતા, બિન્દિયા, રાધા, નીતુ, મમતા, રાકેશ, મનોજ, લતા અને વિનોદ નામના શખસની શોધખોળ હાથ ધરાઇ છે.

જાડેજાએ જેલમાંથી છુટયા બાદ જુના કેસના અનુભવ બાદ તેણે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. જેમાં રોકાણકારોને તે પંદર દિવસમાં રોકેલા નાણાં ડબલ અથવા દોઢ ઘણા કરી આપતો હતો.