Home » Gujarat » Gandhinagar » પેપર લીક થતા લોકરક્ષક ભરતી માટેની પરીક્ષા રદ

News timeline

India
24 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

પેપર લીક થતા લોકરક્ષક ભરતી માટેની પરીક્ષા રદ

ફરીવાર પરીક્ષા યોજાશે ત્યારે સરકાર STનું ભાડુ ચૂકવશે: CM રૂપાણી

રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. અસામાજિક તત્વોએ પેપર લીક કરતા પરીક્ષા રદ કરવામાં આવી છે.

રાજ્યભરમાંથી 9 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અણઘડ વહીવટના કારણે પેપર ફૂટી જતાં આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. તેના કારણે રાજ્યના 29 શહેરોમાં 9 લાખ વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા.

રાજ્ય પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સ્વરૂપે આ જાહેરાત કરતાં કહ્યું કે, એકાદ મહિનામાં પરીક્ષા ફરી લેવામાં આવશે. પાલનપુરમાં પેપર ફૂટતાં આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. આ અંગે વિકાસ સ્વરૂપ કોઈ સ્પષ્ટ ખુલાસો કરી શક્યા નહોતા. તેમણે પરીક્ષાર્થીઓની માફી માગી હતી.

લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા ઉમેદવારોએ હોબાળો કર્યો છે તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. 29 જિલ્લાના 2,440 કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની હતી. પેપરના જવાબો લીક થઈ જતા પરીક્ષા રદ કરવામાં આવી.

રાજ્યની શરમજનક ઘટના સામે આવી. સુરતમાં લાઉડ સ્પીકરથી પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા રદ થવાની જાહેરાત કરી. પોલીસ વડાએ તમામ જિલ્લામાં સુરક્ષાના આદેશ આપ્યા. અનિચ્છીય બનાવ ના બને તે માટે સૂચના અપાઈ.

પેપર લીક મામલે CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા. ગૃહ વિભાગ આ મામલે તપાસ કરશે. હવે પછી જ્યારે પરીક્ષા યોજાશે ત્યારે ST બસનું ભાડુ સરકાર ચૂકવશે. પરીક્ષા કાર્યવાહીમાં જોડાયેલા શાળા સંચાલકોએ મહેનતાણાની માગ કરી.

લોકરક્ષક ભરતી બોર્ડના અધિકારી સાથે રહેતી મહિલા પર પેપર લીક કરવાનો આક્ષેપ થયો છે. અત્યારે મહિલાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ છે.