Home » Gujarat » Ahmedabad » પેપરલીકમાં સંડોવાયેલા BJP નેતાઓની હકાલપટ્ટી, હોસ્ટેલની રેકટર ઝડપાઈ

News timeline

Cricket
25 mins ago

ડોન બ્રેડમેન બાદ કોહલીની સૌથી ઝડપથી ૨૫ સદીઓ

Gandhinagar
2 hours ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
3 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
5 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
6 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
7 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
7 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
8 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

પેપરલીકમાં સંડોવાયેલા BJP નેતાઓની હકાલપટ્ટી, હોસ્ટેલની રેકટર ઝડપાઈ

– PSI પી.વી. પટેલની તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ: કોંગ્રેસે CMનું રાજીનામુ માગ્યું

અમદાવાદ- સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચાવનાર લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં રવિવારે પેપર લીક થવાની ઘટના સામે આવી હતી. જેમાં સોમવારે ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

ભાજપના જ અમુક આગેવાનોની પેપર લીક કરવામાં સંડોવણી સામે આવી છે. સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વડોદરાનો યશપાલ સિંહ સોલંકી હોવાનું બહાર આવ્યું છે. યશપાલસિંહ વડોદરામાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે. તેણે ઉત્તર ગુજરાતના ભાજપના બે આગેવાનો મનહર પટેલ અને મુકેશ ચૌધરી સાથે સંપર્ક કર્યો હતો. આ ટોળકીએ લાખો રૂપિયા લઇ પેપર વેચ્યા હતા.

ઉપરાંત ગાંધીનગર વાયરલેસ PSI પી.વી. પટેલની પણ સંડોવણી બહાર આવી છે. પોલીસે મનહર પટેલ, મુકેશ ચૌધરી અને PSI પી વી પટેલની ધરપકડ કરી લીધી છે. જ્યારે પેપર LIC કૌભાંડનો મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ ફરાર છે. સૂત્રો અનુસાર ગઈકાલે લોકરક્ષક ભરતીનું પેપર શરૂ થાય તે પહેલાં જ યશપાલસિંહ ફરાર થઈ ગયો હતો.

લોકરક્ષકની ભરતીમાં ભાજપના બે અગ્રણીઓના નામ ખુલતા અને તેમની ધરપકડ થતા કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું માગી લીધું છે. તેમજ કોંગ્રેસના નેતાઓ જણાવે છે કે લોક રક્ષક ભરતીના પેપર જો તે તપાસ કરશે તો ભાજપના અનેક મોટા માથાઓ સુધી પહોંચી શકે છે.

ભાજપના બે આગેવાનો મુકેશ ચૌધરી અને મનહર પટેલને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના આદેશથી ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મનહર પટેલ અરવલ્લી જિલ્લાના અરજણ ગામનો રહેવાસી છે જ્યારે મુકેશ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના એદરાણા ગામનો વતની છે. મુકેશ ચૌધરી વડગામ તાલુકા પંચાયતનો સભ્ય પણ છે.