Home » Gujarat » Gandhinagar » પેપરલીક : ભાજપના બે નેતા, PSI, મહિલાની ધરપકડ

News timeline

Gandhinagar
37 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
47 mins ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
6 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

પેપરલીક : ભાજપના બે નેતા, PSI, મહિલાની ધરપકડ

ગાંધીનગર- રાજ્યમાં રવિવારે યોજાનાર લોકરક્ષકની ભરતી પરીક્ષા પહેલા જ તેનું પેપર ફુટી જતાં ર૪૦૦થી વધુ સેન્ટરો ઉપર નવ લાખ જેટલા ઉમેદવારો રઝળી પડયા હતા.  આ મામલે આજે ગાંધીનગર પોલીસે ભાજપના જ બે નેતાઓ સહિત એક પીએસઆઈ અને મહિલાની ધરપકડ કરી લીધી છે.

ગુજરાત પોલીસ દ્વારા ભરતી કરવામાં આવનાર નવ હજારથી વધુ લોકરક્ષકો માટે રવિવારે રાજ્યના ર૪૦૦થી વધુ સેન્ટરોમાં ર૮ હજાર જેટલા વર્ગખંડોમાં પરીક્ષા યોજાવાની હતી જે માટે ૮.૭૬ લાખની વધુ ઉમેદવારો સેન્ટરોમાં પહોંચી ગયા હતા ત્યારે જ આ પરીક્ષાનું પેપર ફુટી જવાના કારણે ભરતી સમિતીના અધ્યક્ષ વિકાસ સહાયે પરીક્ષા રદ કરવાનો હુકમ કરતાં અરાજકતા વ્યાપી ગઈ હતી અને ઉમેદવારો રસ્તા ઉપર આવી ગયા હતા.

આ મામલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં વડગામ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકેશ મુળજીભાઈ ચૌધરી રહે.એન્દ્રાણા તા.વડગામ જિ.બનાસકાંઠા, બાયડના માધવ કંપામાં રહેતા મનહર રણછોડભાઈ પટેલ તેમજ વાયરલેસ પીએસઆઈ ગાંધીનગરના કુડાસણ ખાતે શુભ ડેવલપ રી હાઈટ સોસાયટીમાં રહેતાં પ્રેમજીભાઈ વાલજીભાઈ પટેલ અને સે-૮ પ્લોટ નં.૧૦૬૭માં શ્રીરામ હોસ્ટેલ ચલાવતી પદ્માવતી ઉર્ફે રૂપલ નીરજભાઈ શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે. મનહર પટેલે વડોદરા ખાતે રહેતાં યશપાલસિંહ સોલંકીનો સંપર્ક સાધીને આ પેપર મંગાવ્યું હતું. જે યશપાલ દિલ્હી ખાતેથી આન્સર કી સાથે લઈ આવ્યો હતો અને તેણે જયેશ નામના વ્યક્તિ સાથે ગાંધીનગર મોકલી આપ્યું હતું. જ્યાં સે-૮ની હોસ્ટેલના મકાનમાં જ રૂપલ, પીએસઆઈ પટેલ અને મુકેશ ચૌધરીની હાજરીમાં આઠથી વધુ ઉમેદવારોએ જોયું હતું. ત્યારબાદ આ ઉમેદવારોને પરીક્ષા આપવા માટે રવાના કરી દેવામાં આવ્યા હતા.

યશપાલની શોધખોળ કરવામાં આવી રહી છે તે વડોદરા મ્યુનિ.કોર્પોરેશનમાં કોન્ટ્રાકટથી નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે. મનહર પટેલ અગાઉ પણ ટેટની પરીક્ષા પેપર કૌભાંડમાં શકમંદ તરીકે બહાર આવ્યો હતો. તે બાયડ નગરપાલિકામાં ભાજપ પક્ષ તરફથી ઉમેદવારી પણ નોંધાવી હતી. હવે આ સમગ્ર કૌભાંડમાં ભાજપની જ  સંડોવણી બહાર આવતા ભાજપ પણ ભીંસમાં મુકાયું છે.