Home » Breaking News » હવેની પરીક્ષાઓમાં પેપરલીક થાય નહીં તે માટે તકેદારી રાખવા આદેશ

News timeline

India
24 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

હવેની પરીક્ષાઓમાં પેપરલીક થાય નહીં તે માટે તકેદારી રાખવા આદેશ

– CCYV કેમેરાથી સજ્જ સ્ટ્રોંગરૂમની લોગબુક મેઇન્ટેઇન કરાશે

ગાંધીનગર- લોકરક્ષકની પરીક્ષામાં પેપરલીક થવાના કારણે આ પરીક્ષા રદ રહી હતી. તો આગામી રવિવારે સમાજ કલ્યાણ નિરીક્ષક  અને વિસ્તરણ અધિકારીની પરીક્ષા યોજાનાર છે.

આ પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તેમજ પેપરલીકની કોઇ સંભાવના ન રહે તે માટે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ પરીક્ષાની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ તથા કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે.

સીસીટીવી કેમેરાથી સજ્જ સ્ટ્રોંગરૂમમાં લોગબુક નિભાવવામાં આવશે. તો આ કામગીરીમાં સંકળાયેલા સ્ટાફને પરીક્ષા દરમિયાન મોબાઇલ નહીં વાપરવા પણ સુચના આપી દેવામાં આવી છે.

રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.ર ડીસેમ્બરે લોકરક્ષકની પરીક્ષા હતી પરંતુ પેપરલીક થવાના કારણે છેલ્લી ઘડીએ સમગ્ર રાજ્યમાં આ પરીક્ષા મોકુફ રાખવી પડી હતી. જેના કારણે નવ લાખ જેટલાં ઉમેદવારો પ્રભાવીત થયા હતા. રાજ્યમાં અરાજકતા જેવો માહોલ ઉભો થયો હતો અને સરકારની આ ભરતી પ્રક્રિયા ઉપર સવાલો ઉભા થવા લાગ્યા હતા.

ત્યારે આગામી રવિવારે તા.૯ ડિસેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં સમાજ કલ્યાણ નિરીક્ષક અનેવિસ્તરણ અધિકારીની ભરતી માટે પરીક્ષા યોજાનાર છે.સરકારના ભરતી બોર્ડ દ્વારા આગામી રવિવારની આ પરીક્ષામાં પેપરલીક થવાની સંભાવના ઉભી ન થાય તે માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે.