Home » Gujarat » Ahmedabad » પેપર લીક કેસમાં ચારેય આરોપીઓ દસ દિવસના રિમાન્ડ પર

News timeline

Gandhinagar
1 hour ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
1 hour ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

પેપર લીક કેસમાં ચારેય આરોપીઓ દસ દિવસના રિમાન્ડ પર

લોકરક્ષક પેપર લીક થવા મામલે ઝડપાયેલા મહિલા સહિત ચાર આરોપીઓને પોલીસે આજે સાંજે જજના બંગલે રજુ કરી 14 દિવસના રિમાન્ડ ની માગણી કરતા ચારેય. આરોપીઓને દસ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. પેપર લીક મામલે મુખ્ય સૂત્રધારોેને ઝડપી લેવા અને નાણાંકીય વ્યવહારોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, આ કેસનો મુખ્ય આરોપી યશપાલ સોંલકી હજુ પકડવાનો બાકી છે.

પોલીસે મનહર પટેલ, રૂપલ શર્મા, પીએસઆઈ પી.વી.પટેલ અને મુકેશ મુળજીભાઈ ચોધરીને જજના ઘરે રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.જેમાં આરોપીઓએ અન્ય કોઇ નોકરી વાંચ્છુ ઉમેદવારોના સંપર્કમાં હતા કે નહી તેની તપાસ કરવાની છે. આરોપીઓએ કોઈની સાથે નાણાંકીય વ્યવહાર કર્યો છે કે કેમ. આરોપીઓને સાથે રાખીને તેમના રહેઠાણ અને ઓફિસોમાં તપાસ કરવાની છે. આરોપીઓ સાથી બીજા કોણ-કોણ સંડોવાયેલા છે તેની માહીતી મેળવીને ઝડપવાના છે. આરોપીઓના સાથે રાખીને તપાસ કરવી જરૃરી છે. એટલે આરોપીઓના કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન કરવા માટે રિમાન્ડ જરૃરી છે. આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા કૃત્યને લીધે સાટા આઠ લાખ યુવકોની પરીક્ષા રદ કરવી પડી છે. ત્યારે ઉડાણ પૂર્વક તપાસ કરવા રિમાન્ડ અરજી ગ્રાહ્ય રાખવી જોઈએ. ત્યારબાદ કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને રાખીને ચારેય આરોપીઓને દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.