અમદાવાદ: લોક રક્ષકદળની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા પાંચ વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં બે વ્યક્તિઓ મુખ્ય છે. એક મુકેશ ચૌધરી અને બીજો મનહર પટેલ. આ બંને માસ્ટરમાઈન્ડનું ભાજપ સાથે સીધુ કનેકશન નીકળ્યું છે.
આ કેસમાં પીએસઆઈ પી.વી. પટેલની સાથે ભાજપી નેતા મનહર પટેલની મિલિગત સામે આવી છે. બંને ભાજપી નેતાઓના નામ ખૂલતા જ ભાજપ દ્વારા તેમને સસ્પેન્ડ કરાયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મુકેશ ચૌધરી અને મનહર પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કર્યાં છે. લોકરક્ષકની ભરતી માટેની પરીક્ષાના પેપર લીકના કૌભાંડમાં બાયડ એપીસેન્ટર હોવાનું કહેવાય છે. આ કેસમાં બાયડના અરજણવાવના મનહર પટેલની ધરપકડ કરાઈ છે. મનહર પટેલ ભાજપનો નેતા હોવાનું બહાર આવ્યું છે. તે બાયડ નગરપાલિકાની ચૂંટણી લડ્યો હતો. ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મનહર પટેલનો ઘરોબો કહેવાનું કહેવાય છે.
We are Social