Home » Gujarat » પ્રિયંકા-નિકના લગ્નની તસવીરો જાહેર થઈ

News timeline

India
1 day ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

પ્રિયંકા-નિકના લગ્નની તસવીરો જાહેર થઈ

મુંબઈ, તા. ૪ : બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના અમેરિકન ગાયક નિક જોનાસ સાથે થયેલા લગ્નની સત્તાવાર તસવીરો અમેરિકાના જાણીતા ‘પીપલ’ મેગેઝીન દ્વારા ખુલ્લી મુકવામાં આવી છે જે તસવીરો દર્શાવે છે કે પ્રિયંકા-નીકના લગ્ન કોઈ શાહી લગ્નની હરિફાઈ કરે તેવા હતા. પ્રિયંકા અને નિક દ્વારા તેમના મેંહદી સેરેમની તથા સંગીત સેરેમનીની તસવીરો તો આ પહેલા શેર કરી દેવામાં આવી હતી પરંતુ જોધપુરના ઉમેદ પેલેસમાં આ બંનેના લગ્ન શનિવારે ખ્રિસ્તી વિધી પ્રમાણે અને રવિવારે હિન્દુ વિધી પ્રમાણે થયા તેની તસ્વીરો ‘પીપલ’ મેગેઝીને જારી કરી છે. ફકત આજ મીડિયા ગ્રહને આ લગ્ન સમારંભોમાં પ્રવેશ અપાયો હતો. ઉમેદ ભવનમાં શનિવારે ખ્રિસ્તી વિધિ પ્રમાણે થયેલા લગ્ન સમારંભમાં પ્રિયંકાએ રાલ્ફ લોરેન દ્વારા તૈયાર કરવામાં આવેલો લાંબા છેડાવાળો પરંપરાગત ગાઉન પહેર્યો હતો. વીસ લાખ પર્લ સિકવન્સ સાથેના આ ગાઉનને તૈયાર કરવામાં ૧૮૨૬ કલાક લાગ્યા હતા. જ્યારે પ્રિયંકા કરતા દસ વર્ષ નાના એવા ૨૬ વર્ષીય વરરાજા નિક જોનાએ પમ એજ અમેરિકન ડીઝાઈનર રાલ્ફ લોરેન દ્વારા તૈયાર કરાયેલ બેસ્પોક મેચીંગ સૂટ પહેર્યો હતો.

પ્રિયંકાના ગાઉનનો છેડો ૭૫ ફૂટ લાંબો હતો ! : શનિવારે ખ્રિસ્તિ વિધિ પ્રમાણે લગ્ન માટે પ્રિયંકાએ રાલ્ફ લોરેને તૈયાર કરેલો જે ગાઉન પહેર્યો હતો તેનો છેડો ૭૫ ફૂટ લાંબો હતો આની સામે પ્રિન્સેસ ડાયનાના લગ્ન વખતે તેના બહુચર્ચિત ગાઉનનો છેડો ૨૫ ફૂટ જ લાંબો હતો. પ્રિયંકાના આ ગાઉનમાં ૨૩ લાખ ૮૦ હજાર મોતી લગાડાયા હતા. અને એમ્બ્રોઇડરી સાથે આ ગાઉન ૧૮૨૬ કલાકમાં તૈયાર થયો હતો.

૨૨ કેરેટ ગોલ્ડની મોગલ જ્વેલરી : રવિવારે હિન્દુ વિધી પ્રમાણે થયેલ લગ્નમાં પ્રિયંકાએ પહોળા લહેંગા સાથેનો લાલ પોશાક તથા ૨૨ કેરેટ ગોલ્ડની મોગલ જ્વેલરી પહેરી હતી. આ લગ્નમાં નિકે સિલ્ક શેરવાની, ચિકનકારી રુપર્ગ તથા ચંદેરી ટિશ્યુ સાફો પહેર્યો હતો. પ્રિયંકાનો આ ડ્રેસ જાણીતા ડીઝાઈનર સભ્યસાચી મુખરજીએ તૈયાર કર્યો હતો.  હિન્દુ વધિ પ્રમાણે લગ્ન માટે પ્રિયંકા જે લાલ રંગનો લેંઘો પહેરીને આવી હતી તે લહેંગો બોલીવુડના ફેવરીટ ડિઝાઇનર સત્યસારી દ્વારા તૈયાર કરાયો હતો. ૧૧૦ કારીગરોએ મળીને આ લેંઘો બનાવ્યો હતો અને તેને પૂરો તૈયાર થતાં ૩૭૨૦ કલાક લાગ્યા હતા.

પ્રિયંકાનો નેકલેસ ૧૮૦૦૦ સફેદ હીરાઓથી ચમકતો હતો : ખ્રિસ્તી વિધિ પ્રમાણેના લગ્ન સમારંભમાં પ્રિયંકા ચોપરાએ ૮૪.૫૦ કેરેટના નાસપતી જેવા દેખાતા ૧૮ હજાર સફેદ હીરા અને સોના વડે તૈયાર કરેલું નેકલેસ પહેર્યુ હતું. તેની ઈયરીંગ્સમાં ૬.૦૭ કેરેટના ડાયમંડ લાગેલા હતા તો તેણે માંગ ટીકામાં ૧૬ કેરેટનો ઓવલ શેપ્ડ ડાયમંડ પણ પહેર્યો હતો.