Home » India » Delhi » રાફેલ પ્રશ્ને રાહુલે મોદીની માફી માંગવી જોઇએ

News timeline

Bhuj
8 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
12 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

રાફેલ પ્રશ્ને રાહુલે મોદીની માફી માંગવી જોઇએ

નવી દિલ્હી : રાફેલ ડિલ મામલામાંકોઇપણ અનિયમિતતા થઇ નથી તેમ સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં આજે જણાવતા ભાજપમાં ખુશીનુંમોજુ ફરી વળ્યું હતું. ૩૬ યુદ્ધ વિમાનોની ખરીદીના મામલામાં ભ્રષ્ટાચારના આરોપ ઉપર મોદીસરકારને સુપ્રીમ કોર્ટ તરફથી ક્લીનચીટ મળ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની મુશ્કેલીવધી ગઈ છે. રાહુલ ઉપર આજે આક્ષેપોનો વરસાદ શરૃ થઇ ગયો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહે માંગકરી હતી કે, રાહુલ અને કોંગ્રેસે વડાપ્રધાન મોદીની માફી માંગવી જોઇએ.

દેશના લોકોનેગેરમાર્ગે દોરવા બદલ તથા સેનાના સંદર્ભમાં શંકા ઉભી કરવા બદલ કોંગ્રેસ અને રાહુલે માફીમાંગવી જોઇએ. દેશને આ પ્રકારે ગેરમાર્ગે દોરવાના અગાઉ ક્યારે પણ પ્રયાસ થયા નથી. રાહુલગાંધી દેશની પ્રજાને જવાબ આપે કે તેઓ કયા આધાર પર દેશની પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યાહતા. તેમના આરોપોની પાછળ તેમના સોર્સ કોણ હતા. દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે અમિતશાહે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, દેશની સ્વતંત્રતા બાદ આવા જુઠ્ઠાણાના આધારદેશની જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ ક્યારે પણ થયા હતા. દેશની સૌથી જુની પાર્ટીકોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આવા જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષે પોતાનીપાર્ટીને તાત્કાલિક લાભ અપાવવા માટે આ પ્રકારના જુઠ્ઠાણા ફેલાવ્યા હતા. સુપ્રીમ કોર્ટનાઆજના ચુકાદાથી સાબિત થઇ ગયું છે કે, ખોટા બાબતને ક્યારે પગ હોતા નથી. જીત હંમેશા સત્યનીથાય છે. સુપ્રીમના ચુકાદાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું છે. રાહુલના ભ્રષ્ટાચારનીસામે અભિયાનનો પર્દાફાશ થઇ ગયો છે. દેશની પ્રજા ક્યારે પણ માનશે નહીં કે ચોકીદાર ચોરછે. રાહુલ ગાંધીએ અનેક મંચ ઉપર મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, દેશના ચોકીદારચોર છે. શાહે કહ્યું હતું કે,  ચૂંટણીમાં લાભનુકસાન જુદી બાબત છે પરંતુ સુરક્ષાસાથે સંબંધિત પાસા ઉપર પ્રશ્નો ઉઠાવવા જોઇએ નહીં. એક પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યુંહતું કે, સરકાર આ મામલાની સંયુક્ત સંસદીય સમિતિની તપાસ કરાવવા ઇચ્છુક ન હતી પરંતુ કોંગ્રેસપાર્ટી સુપ્રીમમાં કેમ પહોંચી ન હતી. રાહુલ કેમ ભાગી રહ્યા છે. સુપ્રીમમાં અરુણ શૌરી,યશવંતસિંહા જેવા નેતાઓએ અરજી કરી હતી.

કોંગ્રેસની બી ટીમ પણ ક્યા છે. કોંગ્રેસને અમેપડાકાર ફેંક્યે છીએ કે તથ્યોના આધાર પર ચર્ચા કરવામાં આવે. રાહુલ ગાંધીના આક્ષેપો ઉપરઅમિત શાહ આક્રમક દેખાયા હતા. અમિત શાહે આક્ષેપોનો જવાબ આપ્યો હતો. શાહે કહ્યું હતુંકે, કોર્ટે તમામ મામલામાં ચકાસણી કરી છે. અધિકારીઓએ કહ્યું છે કે, આનાથી દેશને ફાયદોથયો છે. સુપ્રીમ કોર્ટે આમા સહમતિ દર્શાવી છે. કોંગ્રેસે ઓફસેટ પાર્ટનરને લઇને હલ્લોમચાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ભારત સરકારની આમા કોઇ ભૂમિકા નથી. સુપ્રીમેકહ્યું છે કે, અખબારમાં નિવેદનો અને ઉભા કરવામાં આવેલા પરસેપ્શનના આધાર પર કોર્ટ ક્યારેપણ ચુકાદા આપતી નથી. રાહુલ સેનાના જવાનોમાં શંકા ઉભી કરી છે.