Home » Breaking News » સુરત: દારૂની મહેફિલ માણતી 40 મહિલાઓ ઝડપાઇ

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
8 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
9 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
10 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
11 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
14 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

સુરત: દારૂની મહેફિલ માણતી 40 મહિલાઓ ઝડપાઇ

દારૂની બોટલો જોઇ પોલીસ પણ ચોંકી ગઇ

સુરતના પોશ વિસ્તાર ગણાતા પીપલોદની ઓઇસ્ટર હોટલમાં કેટલીક મહિલાઓ મહેફિલ માણી રહી છે એવી બાતમી મળતાની સાથે જ ઉમરા પોલીસે ગઇકાલે મોડી રાત્રે આ હોટલમાં દરોડા પાડ્યા હતા. અહીંથી દારૂની મહેફિલ માણતી 21 મહિલાઓ પકડાઈ હતી. એ સાથે જ બિયર અને વોડકાની પાંચ-છ બોટલ પણ કબજે કરાયાનું જાણવા મળ્યું છે. મહેફિલમાં 40 મહિલા હોવાની શક્યતાએ સમગ્ર સુરતમાં ચકચાર મચાવી દીધી છે.

અહીં આવતી મહિલાઓ કીટીપાર્ટીની આડમાં દારૂની મહેફિલ જમાવતી હોવાની ફરિયાદ પોલીસ કમિશનરના કાન સુધી પણ પહોંચી હતી. જેને પગલે ઉમરા પોલીસને સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ એક્શનમાં આવેલા ઉમરા પીઆઈ દીપક ગોર મહિલા પોલીસકર્મીઓની ટીમ સાથે ઓયસ્ટર હોટલ પર પહોંચી ગયા હતા. પોલીસને મળેલી માહિતી સાચી નીકળી હતી. હોટલમાં મહિલાઓની વચ્ચે પડેલી મોંઘીદાટ ઇગ્લિશ દારૃની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પીપલોદમાં ડુમસ રોડ પર બિગબજારની સામે આવેલી હોટલ ઓઇસ્ટરમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે ઉમરા પોલીસે દરોડો પાડ્યો એ સાથે નાસભાગ મચી ગઈ હતી, જેમાં કેટલીક મહિલાઓ પાછલા દરવાજેથી ભાગી છૂટવામાં સફળ રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉમરા પીઆઈ બી. એસ. ગોરે જણાવ્યું હતું કે મેડિકલ તપાસ માટે સેમ્પલો લઈ મહિલાઓને ઘરે મોકલી દીધી છે. તેની સાથે જ તમામ પકડાયેલી મહિલાઓને મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સિવિલ હોસ્પટલમાં આવેલા મહિલાઓના પરિવારજનો મોંઘીદાટ ગાડીઓ લઈને આવ્યા હતા. મુદ્દામાલમાં કેટલી બાટલીઓ પકડાઈ તેનો કોઈ ઉલ્લેખ પોલીસે કર્યો ન હતો.