Home » Gujarat » Bhavnagar » ભટનાગર બંધુઓ વિરૃધ્ધના કેસનો તપાસ અહેવાલ રજૂ કરો : હાઇકોર્ટ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ભટનાગર બંધુઓ વિરૃધ્ધના કેસનો તપાસ અહેવાલ રજૂ કરો : હાઇકોર્ટ

ભટનાગર બંધુઓની જામીન માટે અરજીની સુનાવણીમાં CBIને આદેશ

રૃપિયા ૨૬૫૪ કરોડના બેન્ક લોનના કૌભાંડના આરોપીઓ અને વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાના માલિકો સુરેશ ભટનાગર અને તેના પુત્રો અમિત ભટનાગર અને સુમિત ભટનાગર વિરૃધ્ધ ચાલી રહેલી તપાસનો અહેવાલ રજૂ કરવા માટે ગુજરાત હાઇકોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સી.બી.આઈ.)ને આદેશ કર્યો છે. ભટનાગર બંધુઓએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરતા હાઇકોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને પ્રશ્ન પૂછ્યો હતો કે આ કેસની તપાસ ક્યાં સુધી પહોંચી છે તેનો વિસ્તૃત અહેવાલ એજન્સી કોર્ટ સમક્ષ રજૂ કરે. જેની વધુ સુનાવણી આઠમી જાન્યુઆરી પર મુકરર કરવામાં આવી છે.

ભટનાગર બંધુઓ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેમના વિરૃધ્ધ ચાર્જશીટ થઈ ચૂક્યું છે. તેમની સંપત્તિની યાદી નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ સમક્ષ રાખી દેવામાં આવી છે. ટ્રિબ્યુનલે એક અધિકારીની નિયુક્તિ કરી છે. જે આ સંપત્તિનું મૂલ્યાંકન કરી તેના વેચાણમાં મદદ કરશે. વેચાણની રકમનો ઉપયોહ બેન્ક લોનની ભરપાઈ માટે કરવામાં આવશે. બેન્ક લોન ભરપાઇની કામગીરી શરૃ થઈ ચૂકી હોવાના આધાર પર તેમણે જામીનની માગણી કરી હતી. સી.બી.આઈ. દ્વારા જામીન અરજીનો વિરોધ કરાતા હાઇકોર્ટે સી.બી.આઈ.ને પૂછ્યું હતું કે અત્યાર સુધીમાં આ કેસમાં કઇ-કઈ વિગતો બહાર આવી છે તેનો વિસ્તૃત અહેવાલ એજન્સીએ કોર્ટ સમક્ષ રજૂ કરવો જોઈએ.