Home » Gujarat » Bhavnagar » ભાવનગર સેક્સ રેકેટમાં ૩૨નો કબજો મેળવી મેડીકલ કરાવાયુ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ભાવનગર સેક્સ રેકેટમાં ૩૨નો કબજો મેળવી મેડીકલ કરાવાયુ

ભાવનગરના સેક્સ રેકેટકાંડમાં પોલીસે વિક્રમજનક ૩૬ શખસોની ધરપકડ કરી લીધા બાદ જિલ્લા જેલ હવાલે કરી દીધા હતા. જે મામલે પોલીસે કોર્ટમાંથી મંજુરી મેળવ્યા બાદ આજે જિલ્લા જેલમાંથી ૩૨ શખસોનો કબજો મેળવી મેડીકલ પરીક્ષણ અર્થે અત્રેની સર ટી.હોસ્પિટલમાં રજૂ કર્યા હતા અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી.

ઘોઘા રોડ વિસ્તારમાં રહેતી ૧૪ ર્વિષય સગીરા લાપત્તા બન્યા બાદ ઘોઘા રોડ પો.સ્ટે.માં અપહરણનો ગુનો નોંધાવવા પામ્યો હતો. દરમિયાન અપહત સગીરા પોલીસને ઈજાગ્રસ્ત હાલતે મળી આવી હતી જેની પુછપરછ કરતાં સેક્સ રેકેટનો પર્દાફાશ થવા પામ્યો હતો. સગીરાના અપહરણ બાદ તેને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હોવાનું ખુલતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી.

શહેરના લીલાસર્કલ સિદસર રોડ પર આવેલ રેખા સોસાયટીમાં રહેતી રેખાબેન હર્ષદભાઈ મકવાણાએ તેના ઘરે સગીરાને રાખી દેહવેપાર કરાવ્યો હતો. અને તળાજા તાલુકાના પીપરલા ગામના શખસ સાથે રેખાએ રૃપિયા મેળવી હારતોળા કરાવી આપ્યા હતા. ઉક્ત મામલે ઘોઘા રોડ પોલીસ મથકમાં ૧૬ લોકો સામે દેહવ્યાપાર તળે ગંભીર પ્રકારનો ગુનો નોંધાવવા પામ્યો હતો ઉક્ત સેક્સ રેકેટના મામલે ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી દુષ્કર્મમાં સગીરાને ધકેલનારા, મદદ કરનારા રૃપિયા આપી લગ્ન કરનારા સગીરા સાથે દુષ્કર્મ કરનારા ૩૬ની ધરપકડ કરી લઇ તેઓના કબ્જામાંથી બનાવવેળાએ પહેરેલા કપડા, ગોદડા કબ્જે લઇ જૂનાગઢ એફ.એસ.એલ.માં મોકલી આપ્યા હતા. જ્યારે સમયાંતરે મહિલા સહિત ૩૬ને જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. ઉક્ત ચકચારી ઘટના અનુસંધાને આજે ઘોઘારોડ પો. સ્ટે.ના પી.આઇ. ઇસરાણી સહિતના સ્ટાફે કોર્ટમાંથી મંજુરી મેળવી સેક્સ રેકેટકાંડમાં સંકળાયેલા અને સગીરા પર દુષ્કર્મ કરનારા ૩૨ શખસનો જેલમાંથી કબજો મેળવી અત્રેની સર ટી.હોસ્પિટલ લઇ આવ્યા હતા જ્યાં તમામનું મેડીકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યુ હતું.