Home » Breaking News » દહેજ-ઘોઘા રોપેક્સ ફેરી સેવા બંધ કરી દેવાશે

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

દહેજ-ઘોઘા રોપેક્સ ફેરી સેવા બંધ કરી દેવાશે

અંકલેશ્વર- દહેજ તેમજ ઘોઘા ખાતેના ૩૦૦ મીટરના ર્ટિમનલ સર્કલમાં ઝીરો સાઉન્ડિંગ આવી રહ્યું છે. જેથી જહાજની સલામતી સામે જોખમ ઊભું થવા પામ્યું છે. વાગરાના દહેજથી ઘોઘા વચ્ચે અનેક વિઘ્નો વચ્ચે કાર્યરત રોપેક્સ ફેરી સેવા બંધ કરવા ઇન્ડિગો સિવેઝે પીએમઓને પત્ર લખી જાણ કરી હતી. સુરતના ડેટોક્સ ગ્રૂપ દ્વારા સંચાલિત ઇન્ડિગો સિવેઝના કથન અનુસાર સમુદ્રમાં નિયમિતપણે ડ્રેજિંગ કામગીરી કરવામાં નહીં આવે તો ફેરી સેવા બંધ કરી દેવામાં આવશે, તેમ જણાવવામાં આવ્યું હતું.

દહેજ ઘોઘા રોપેક્સ ફેરી સેવા પર પાણી ફરી વળવાની તૈયારી થઇ ચૂકી છે. દરિયામાં વોયેઝ સીમ્ફનીને ચલાવવા જરૃરી પાંચ મીટરનો ડ્રાફ્ટ મળતો ન હોવાથી નિયમિત ડ્રેજિંગ કરવું જરૃરી બન્યું છે. ઇન્ડિગો સિવેઝ દ્વારા સરકારને વારંવાર ફરિયાદો કરવા છતાંય ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા કોઇ પગલાં લેવાયાં નથી.

જોકે દહેજ તેમજ ઘોઘા ખાતેના ૩૦૦ મીટરના ર્ટિમનલ સર્કલમાં ઝીરો સાઉન્ડિંગ આવી રહ્યું છે.   ઇન્ડિગો સિવેઝની રોપોક્સ ફેરી સેવા સુપેરે ચલાવવા માત્ર નિયમિત ડ્રેજિંગ જ નહીં પરંતુ તેની સાથે દૈનિક મુસાફરો અને માલવાહક વાહનો સહિતનો ટ્રાફિક યોગ્ય પ્રમાણમાં મળે તે પણ અતિઆવશ્યક છે. જેથી સંચાલકોએ આ તમામ પ્રકારની ઝંઝટોથી કંટાળી પીએમઓ કાર્યાલયને પત્ર લખ્યો હોવાની વાતો ચર્ચાની એરણે ચઢી હતી. સરકાર દ્વારા ફેરી વ્યવસ્થિત રીતે ચાલી શકે તે માટે ડ્રેજિંગ પાછળ ર્વાિષક ૨૦૦ કરોડ ખર્ચ કરવામાં રહ્યો છે.