Home » Breaking News » ડાંગ જંગલની ખીણમાં દોરડા નાંખી-માનવસાંકળ રચી બચાવકાર્ય

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
8 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
9 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
10 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
11 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
14 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ડાંગ જંગલની ખીણમાં દોરડા નાંખી-માનવસાંકળ રચી બચાવકાર્ય

વાંસદા- માસૂમ બાળકોના એક દિવસના પ્રવાસમાં ગોઝારી દુર્ઘટના સાથે સ્થળ અને સ્થિતિને લીધે દુર્ઘટનાગ્રસ્તો વધુ દયનીય હાલતમાં મુકાયા હતા. ઘટના વેળા સાંજ ઢળી ચુકી હતી અને બસ ખીણમાં ખાબકયા બાદ નીચે અંધકાર હતો. જેમતેમ સ્થાનિક લોકોએ જનરેટરની વ્યવસ્થા કરીને દોરડા નીચે નાંખ્યા અને માનવસાંકળ રચીને બચાવકાર્ય આરંભી દીધું હતું. બાદમાં વહિવટીતંત્ર જોડાયું પણ યોગ્ય સાધનો નહોતા તેથી બચાવકાર્યમાં ઘણી મુશ્કેલી ઉભી થઇ હતી.

ડાંગના જંગલમાં સાંજે ૬ વાગ્યા બાદ સૂર્યાસ્ત થઇ ચુકયો હતો. ત્યારે મહાલ-બર્ડીપાડા રોડ પર તીવ્ર વળાંગ પાસે અમરોલીના ટયુશન ક્લાસીની પ્રવાસની બસના ચાલકે કાબૂ ગુમાવ્યો અને બસ સીધી ઉંધા માથે ૨૦૦ ફુટ ઉંડી ખીણમાં ખાબકી હતી. ઉંચાઇ એટલી વધારે હતી કે બસના ફુરચા ઉડી ગયા હતા. બાળકોની ચીસાચીસ અને રુદનને પગલે સગભાગ્યે આ મોટી દુરઘટનાની જાણ સ્થાનિક લોકોને તુરંત થઇ ગઇ હતી. અને સૌથી પહેલા બરડીપાડા વિસ્તારના ભાજપના અગ્રણી રાજેશ ગામીત સ્થાનિક લોકોને લઇને ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને પોતાની રીતે બચાવકાર્ય શરૂ કર્યું હતું.