Home » Breaking News » રૂપાણી સરકારને એક વર્ષ પૂર્ણ: પાકવીમાની ચૂકવણી શરૂ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

રૂપાણી સરકારને એક વર્ષ પૂર્ણ: પાકવીમાની ચૂકવણી શરૂ

96 તાલુકાઓમાં ઇનપુટ સબસીડી ચુકવાશે

આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હોમટાઉન રાજકોટ ખાતે કિસાન સંમેલનમાં ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સીએમ રૂપાણીએ 156 ખેડૂતોને નાની મોટી ખેત સહાયનું વિતરણ કર્યું હતું. આ દરમ્યાન રૂપાણીએ ખેડૂતો માટે અનેક નાની મોટી જાહેરાતો કરી હતી. કાર્યક્રમ દરમિયાન સીએમ રૂપાણીએ પાક વીમાની ચુકવણી અંગે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને કમુરતા બાદ પાક વીમાની સહાય તેમના ખાતામાં જમા આપવામાં આવશે. એટલે કે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પાકવીમાની ચૂકવણીનો પ્રારંભ કરાશે. આ ઉપરાંત અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં ખેડૂતોને હેક્ટર દીઠ ઇનપુટ સબસિડી પણ ચુકવવામામં આવશે. સાથે જ 51 તાલુકાઓમાં ઘાસની સબસિડી પણ આપવામાં આવી રહી છે.

વિજય રૂપાણીએ જાહેરાત કરતાં કહ્યું કે જે તાલુકાઓમાં 350 મીલી મીટરથી ઓછો વરસાદ પડ્યો છે તે તમામને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ તાલુકાના આશરે 24 લાખ જેટલા ખેડૂતોને સરકાર રૂ. 2285 ઇનપુટ સબસિડી આપશે. રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના 96 અસરગ્રસ્ત તાલુકાના 23.24 લાખ ખેડૂતોને 40.32 લાખ હેક્ટર માટે અંદાજે 2285.59 કરોડની પાક નુકસાન ઇનપુટ સહાય ચુકવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેતર ફરતે કાંટાળી વાળ માટે સરકાર 50% સહાય ચુકવી રહી છે. એટલું જ નહીં 51 તાલુકામાં સરકારે ઘાસ માટે સબસિડી આપી રહી છે.

રૂપાણીએ સંબોધનમાં કહ્યું કે નર્મદા યોજનામાં અનેક રોડાઓ નાંખવામાં આવ્યા. સૌરાષ્ટ્રના ખેડૂતને પાણી-વીજળી અપાઈ. નરેન્દ્રભાઈએ નર્મદાના પાણી ખેડૂતો સુધી પહોંચાડ્યા. આગામી વર્ષ સુધીમાં સૌની યોજનાનું કામ પૂર્ણ કરીશું. તદઉપરાંત દરિયાના ખારા પાણીને મીઠુ કરવાના પ્લાન્ટ કાર્યરત થશે. દરિયાનું પાણી પણ ખેડૂતો માટે ઉપયોગી નીવડશે.