Home » Breaking News » ભાજપમાંથી હવે પુરુષોત્તમ સોલંકીની કારકિર્દી પૂરી થશે

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
7 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
8 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
9 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
10 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
10 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
11 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
14 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ભાજપમાંથી હવે પુરુષોત્તમ સોલંકીની કારકિર્દી પૂરી થશે

કોળી સમાજના મજબૂત ચહેરા તરીકે ભાજપ કુવરજીને આગળ કરશે

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કુંવરજી બાવળીયા નો વિજય થતા ભાજપમાં રાજકીય સમીકરણો બદલાયા છે. રાજ્યકક્ષાના પુરૂષોત્તમ સોલંકી ઘણા વર્ષોથી ભાજપમાં છે. તેઓ સૌરાષ્ટ્રમાં કોળી સમુદાયના લોકો પર સારુ પ્રભુત્વ ધરાવે છે. જેને કારણે ગયા વર્ષે તેઓએ હાઇકમાન્ડ સમક્ષ બળવો પોકાર્યો હતો.

જેમાં તેઓએ મીડિયા સમક્ષ પણ બળાપો ઠાલવ્યો હતો કે હું ઘણો જ સિનિયર છું તેમજ વિધાનસભામાં સતત ચૂંટાઈ આવું છું. આથી મને કેબિનેટ મંત્રી પદ મળવું જોઈએ અથવા તો સારું ખાતું ફાળવવું જોઇએ ત્યારબાદ તેઓએ ભાજપ હાઈકમાન્ડને પોતાની માગણી પૂરી કરવા માટે અલ્ટીમેટમ પણ આપ્યું હતું. જોકે સમય મર્યાદા પૂરી થયા બાદ પણ સોલંકી આગળ કોઈ માગણી કરી નહોતી જેની પાછળનું કારણ એવું છે કે મુખ્યમંત્રીએ તેઓને સમજાવ્યા હતા કે હવે પછી મંત્રીમંડળનું જ્યારે પણ વિસ્તરણ થશે ત્યારે તેઓની માગણીને ધ્યાનમાં રખાશે.

બીજી બાજુ સોલંકીની દાદાગીરીથી ભાજપ હાઇ કમાન્ડ પણ તંગ આવી ગયું છે. ભાજપના નેતાઓ ક્યારનો સોલંકીનો વિકલ્પ શોધતા હતા દરમિયાનમાં થોડો સમય પહેલા જ કોંગ્રેસના અસંતુષ્ટ અને કોળી સમુદાયના મજબૂત નેતા કુવરજી બાવળિયાને ભાજપમાં લઈ સિધાજ કેબિનેટ મંત્રી બનાવી દેવાયા હતા. ત્યારબાદ જસદણની યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ કુંવરજી બાવળીયાનો વિજય થતા ભાજપના નેતાઓ ખુશ થઈ ગયા છે. કારણ કે હવે ભાજપ પાસે પણ કોળી સમુદાયનો એક મોટો ચહેરો છે.