Home » Gujarat » Ahmedabad » થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ પર પોલીસની નજર, દારૃની રેલમછેલ નહીં ચલાવાય

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
7 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
8 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
9 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
10 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
10 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
11 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
14 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ પર પોલીસની નજર, દારૃની રેલમછેલ નહીં ચલાવાય

સુરત-અમદાવાદમાં દારૃની મહેફિલો ઝડપાતાં સરકાર એકશનમાં

અમદાવાદ- સુરત-અમદાવાદમાં દારુની મહેફિલો ઝડપાઇ છે.આ ઉપરાંત થર્ટી ફર્સ્ટની પાર્ટીને પગલે વિદેશી દારુનો જથ્થો ગુજરાતમાં ઠલવાઇ રહ્યો છે જેના કારણોસર હવે સરકાર હરકતમાં આવી છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ થર્ટી ફર્સ્ટની પાર્ટી પર બાજનજર રાખવા આદેશ આપ્યો છે.

ગાંધીના ગુજરાતમાં આજે દારુબંધી માત્ર નામપુરતી જ છે.કડક કાયદા ઘડયા હોવા છતાંય છડેચોક દારુ વેચાઇ રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં જ સુરત-અમદાવાદમાંથી દારુની મહેફિલ માણતાં નબિરાઓ પકડાયાં છે. આવી ઘટનાને પગલે સરકારે હવે ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે ગૃહવિભાગ અને ડીજીપીને થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ પર નજર રાખવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે, ૩૧મી પાર્ટીમાં હવે દારુની રેલમછેલ નહી ચલાવાય.દારુબંધીના કાયદાનો કડક અમલ કરવા સરકાર મક્કમ છ. થર્ટી ફર્સ્ટની પાર્ટીઓમાં દારુની રેલમછેલ ન થાય તે માટે પોલીસને વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી દેવામાં આવી છે. સીએમનો આદેશ છૂટતા ં જ પોલીસતંત્રે પણ થર્ટી ફર્સ્ટની પાર્ટીના આયોજકોને દારુ ન પીવાય તે માટે કડક સુચના આપી દીધી છે.