Home » Gujarat » Ahmedabad » જસદણ પેટાચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે રિપોર્ટ માંગ્યો

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

જસદણ પેટાચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે રિપોર્ટ માંગ્યો

જૂથવાદ,નબળા સંગઠનને કારણે કોંગ્રેસ ભાજપને ચૂંટણી મેદાને મ્હાત કરવામાં નિષ્ફળ

અમદાવાદ-  જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસ પોતાનો ગઢ સાચવી શકી નહી. પક્ષપલ્ટુ કુંવરજી બાવળિયાને મતદારો વિજયી બનાવ્યા હતાં જેના કારણે પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી હાઇકમાન્ડે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પરાજયના કારણો સાથે રિપોર્ટ માંગ્યો છે.

જસદણ વર્ષોથી કોંગ્રેસની પરંપરાગત બેઠક હતી.ખુદ બાવળિયા જ આ બેઠક પર પંજાના નિશાન પર વિજેતા થયા છે. કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ પણ મતદારો કોંગ્રેસને નહીં,બલ્કે બાવળિયાને જ મત આપ્યા હતા. કોંગ્રેસને એમ હતુકે,બાવળિયા ભલે પક્ષપલ્ટો કરે,મતદારો કોંગ્રેસની સાથે જ રહેશે.પણ એવુ થયુ નહીં.આ કારણોસર હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે. ૂસૂત્રોના મતે,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પરાજયના કારણો સાથે અહેવાલ મોકલવા દિલ્હીથી આદેશ છૂટયો છે.

પેટાચૂંટણીમાં છેલ્લે ઉમેદવાર જાહેર કરવાનુ કોંગ્રેસની સ્ટ્રેટેજી ખોટી ઠરી હતી. જૂથવાદ,નબળા સંગઠનને કારણે પણ કોંગ્રેસ ભાજપને ચૂંટણી મેદાને મ્હાત કરવામાં નિષ્ફળ રહ્યુ હતું. સિનિયર નેતાઓ પેટાચૂંટણીથી દૂર રહ્યા હતાં. આ બધાય કારણો પેટાચૂંટણીની હાર માટે જવાબદાર છે.