Home » Breaking News » રાજકોટમાં બાળકનું કપાયેલું માથું મળ્યાના કેસમાં પોલીસે દરોડા પાડ્યા

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
7 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
8 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
9 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
10 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
10 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
11 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
14 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

રાજકોટમાં બાળકનું કપાયેલું માથું મળ્યાના કેસમાં પોલીસે દરોડા પાડ્યા

રાજકોટ: શહેરમાં ગત 18 ડિસેમ્બરના રોજ આજી નદીના કાંઠેથી બાળકનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ બનાવને એક સપ્તાહ વીતી ગયું હોવા છતાં તેનું ધડ મળ્યું નથી કે બાળકની ઓળખ થઈ નથી. પોલીસને તાંત્રિક વિધિ થઈ હોવાની શંકા છે, જેને લઈ પોલીસ વિજ્ઞાન જાથાનો સહારો લઈ રહી છે અને તાંત્રિક વિધિ થતી હોય તેવા સ્થળે પોલીસે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં મળેલા બાળકના માથાનો ભેદ પાંચ દિવસેય ઉકેલાયો નથી ત્યારે આ મામલે રાજકોટ પોલીસે ગુજરાતના અપહ્યત બાળકોનો ડેટા મગાવ્યો છે. રાજ્યભરમાંથી 112 બાળકોનો ડેટા આવ્યો છે.

ત્યારે હવે 112 બાળકોના ડેટાનું વિશ્ર્લેષણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં બાળકનું માથું મળવાનાં કેસમાં હવે તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. રાજ્યમાં ગુમ બાળકોની પોલીસ યાદી મગાવાશે. પોલીસ યાદી મગાવી સઘન તપાસ કરાવાશે. ઘટનાને એક સપ્તાહ વિતવા છતાં હજી પોલીસ અંધારામાં તીર મારી રહી છે. ઘટનામાં બાળકનું માથું કોનું છે તે જાણકારી મેળવવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે ત્યારે આ પહેલા ગુમ અજય ઉર્ફે સમોસો જીવિત મળતા હવે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પોલીસ દિશાવિહિન બનતા હવે સઘન તપાસ હાથ ધરાશે.