Home » Gujarat » Ahmedabad » મેં તો મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચારથી બદનામ થયું છે એવું કહ્યું હતું: CM રૂપાણી

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
8 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
9 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
10 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
11 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
14 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

મેં તો મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચારથી બદનામ થયું છે એવું કહ્યું હતું: CM રૂપાણી

અમદાવાદ ખાતે ઓનલાઈન એનએના હુકમોના વિતરણ કાર્યક્રમમાં મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચારમાં નંબર વન અને બીજા ક્રમે ગૃહ વિભાગ હોવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદનથી મહેસૂલી કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ મુદ્દે વિવાદ વકરતા મુખ્યમંત્રીએ અમદાવાદમાં એબીવીપી અધિવેશનમાં આવેલા મુખ્યમંત્રીએ ન્યૂઝ ચેનલ સમક્ષ જણાવ્યું કે કોઈ કર્મચારી કે અધિકારી પર આરોપ મુક્યો નથી. તેમની લાગણી દુભાય તેવી વાત કરી છે. મહેસુલ વિભાગ ભ્રષ્ટાચારથી બદનામ થયેલું છે. તે જૂની વાતનું ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે.

આ વિરોધમાં મહેસૂલ વિભાગના કર્મચારીએ કલેક્ટરોને આવેદનપત્ર આપ્યા હતા. એટલું જ નહી, રાજ્ય રેવન્યુ કર્મચારી મહામંડળે આજે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરવાનું એલાન આપ્યુ હતું.

મહેસૂલી કર્મચારીઓએ મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલીને ન્યુઝ ચેનલો સમક્ષ ઉપરોક્ત નિવેદન સંદર્ભે રદિયો આપવાની માંગણી કરી છે. રેવન્યુ કર્મચારી મહામંડળના પ્રમુખ દેવેશ પટેલના કહેવા મુજબ મુખ્યમંત્રી સ્તરેથી આવા નિવેદનો કેટલે અંશે વ્યાજબી અને યોગ્ય છે ? મહેસૂલી કર્મચારીઓ રાત દિવસ જોયા વગર મહેસૂલ સિવાય ચૂંટણી જેવી સંવેદનશીલ કામગીરી કરે છે. અછતથી લઈને સરકાર સોંપે તેવી તમામ કામગીરી ખંત અને નિષ્ઠાછી બજાવે છે ત્યારે આવા નિવેદનો અમારા સૌના મોરલ ડાઉન કરે છે. આથી, સૌ કર્મચારીઓમાં નારાજગી પ્રવર્તી છે.