Home » Gujarat » Ahmedabad » અમદાવાદ ૮ ડિગ્રીમાં ઠુંઠવાયું, ગાંધીનગર ૬.૬ ડિગ્રી સાથે ઠંડુંગાર

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

અમદાવાદ ૮ ડિગ્રીમાં ઠુંઠવાયું, ગાંધીનગર ૬.૬ ડિગ્રી સાથે ઠંડુંગાર

અમદાવાદમાં ૨૦૧૫ બાદ પ્રથમવાર ઠંડીનો પારો ૮ ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદ- અમદાવાદ સહિત રાજ્યભરમાં શિયાળો અસલ મિજાજ બતાવી રહ્યો છે. અમદાવાદમાં ૮ ડિગ્રી સાથે ત્રણ વર્ષની સૌથી વધુ ઠંડીના રેકોર્ડની બરાબરી થઇ હતી જ્યારે ૬.૮ ડિગ્રી સાથે ગાંધીનગર ઠંડુંગાર રહ્યું હતું. આગામી ચાર દિવસ હજુપણ કોલ્ડવેવની સ્થિતિ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગત રાત્રિએ અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત નલિયા, ડીસા, વલસાડ, મહુવા, અમરેલીમાં પણ ૧૦ ડિગ્રીથી નીચે સરેરાશ લઘુત્તમ તાપામન નોંધાયું હતું. અમદાવાદમાં ડિસેમ્બરમાં ૮ ડિગ્રીએ સરેરાશ લઘુત્તમ તાપમાન પહોંચ્યું હોય તેવું છેલ્લે ૨૦ ડિસેમ્બર ૨૦૧૫ના બન્યું હતું. અમદાવાદમાં ૨૭ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં ૧ ડિગ્રીનો, ૮ ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં ૪.૩ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો ૮ થી ૧૦ ડિગ્રીની આસપાસ રહેશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ઉત્તરથી ઉત્તરપૂર્વની દિશાના પવનને પગલે ઠંડીમાં વધારો થયો છે. આગામી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, કચ્છ, અમદાવાદ-ગાંધીનગર, દક્ષિણ ગુજરાતના વલસાજ-સુરતમાં કોલ્ડવેવ રહેશે અને કડકડતી ઠંડીનો અનુભવ થશે. ‘ સુરતમાં ૧૦.૬ ડિગ્રી સાથે ડિસેમ્બરમાં પડતી ઠંડીએ છેલ્લા ૭ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. વડોદરામાં પણ ૧૦ ડિગ્રી સાથે ઠંડીએ ૩ વર્ષના અગાઉના રેકોર્ડની બરાબરી કરી હતી. બીજી તરફ ગુજરાતની પડોશમાં આવેલા હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીમાં ઘટાડો થતાં ૧ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં  ક્યાં વધારે ઠંડી?

શહેર   ઠંડી

ગાંધીનગર     ૬.૮

નલિયા ૭.૮

અમદાવાદ     ૮.૦

ડીસા   ૮.૦

વલસાડ        ૯.૧

મહુવા  ૯.૫

અમરેલી       ૯.૬

વડોદરા        ૧૦.૦

સુરત   ૧૦.૬

ભાવનગર     ૧૧.૦

દીવ    ૧૧.૨

વલ્લભ વિદ્યાનગર     ૧૧.૨

રાજકોટ        ૧૨.૩

સુરેન્દ્રનગર    ૧૨.૫

ભૂજ    ૧૨.૮