Home » Gujarat » Ahmedabad » અમદાવાદ -પીએસઆઇનો રિવોલ્વરથી લમણા પર ગોળી મારી આપઘાત

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
7 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
8 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
9 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
10 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
10 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
11 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
14 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

અમદાવાદ -પીએસઆઇનો રિવોલ્વરથી લમણા પર ગોળી મારી આપઘાત

સહ કર્મચારીઓના ત્રાસથી કંટાળીને ભર્યું પગલું

અમદાવાદ: શહેરના ચાંદલોડિયા વિસ્તારના નિર્માણ ટાવરમાં રહેતા અને કરાઇ એકેડેમી ખાતે પીએસઆઇ તરીકેની તાલીમ લેતા એક પોલીસ સબ ઇન્સ્પેકટરે કોઇ અગમ્ય કારણથી પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી લમણે ગોળી મારી આપધાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા પોલીસ કાફલા સાથે પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી અને ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. મ્ાૃતક પીએસઆઇએ લખેલી સ્યુસાઇડ નોટમાં તેના સહ કર્મચારીઓ ત્રાસ આપતા હોવાનું લખ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

ચાંદલોડિયા વિસ્તારના નિર્માણ ટાવરમાં રહેતા અને કરાઈ ખાતે પીએસઆઈની તાલીમ લઈ રહેલા દેવેન્દ્ર રાઠોડે સોમવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. પીએસઆઈ રાઠોડે પોતાનાં જ ઘરે આપઘાત કર્યાની જાણ પડોશીઓએ પોલીસને કરતા ઉચ્ચઅધિકારીઓ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પીએસઆઇના મૃતદેહને પીએમ માટે હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને આપઘાતનું હાલમાં ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી. પોલીસે વધુમાં જણાવ્યુ હતું કે, પ્રાથમિક તારણ મુજબ પીએસઆઈ રાઠોડ છેલ્લા કેટલાક સમયથી અગમ્ય કારણસર તણાવમાં હતા અને જે રીવોલ્વરથી આપઘાત કર્યો હતો તે પણ તેમની સર્વિસ રીવોલ્વર નહતી. તેમણે લખેલી સ્યુસાઇડ નોટની પણ તપાસ કરવામાં આવશે. તેમના આપઘાતથી તેમની દોઢ વર્ષની એકની એક દીકરી અનાથ થઈ ગઈ છે. થોડા સમય પહેલા વડોદરાનાં અલકાપુરી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ સંજયસિંહ જાડેજાએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યાનો બનાવ પણ બન્યો હતો.