Home » Gujarat » Bhuj » અકસ્માતમાં મૃત્યુ પામેલા દસની અર્થી ઊઠતાં ભુજ હીબકે ચઢ્યું

News timeline

India
33 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
56 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

અકસ્માતમાં મૃત્યુ પામેલા દસની અર્થી ઊઠતાં ભુજ હીબકે ચઢ્યું

મૃત્યુ આંક ૧૧ થયો ભુજ: પૂર્વ કચ્છના ભચાઉના ચીરઈ પાસે ગત રવિવારે સાંજે સર્જાયેલાં પ્રાણઘાતક અકસ્માતમાં ભુજના ધોબી પરિવારના મૃત્યુ પામેલાં ૧૦ લોકોની અંતિમ યાત્રા સોમવારે ભુજના જેષ્ઠાનગરમાંથી નીકળી ત્યારે કોણ કોને સાંત્વન આપે તેવો માહોલ સર્જાયો હતો. સમગ્ર કેમ્પ વિસ્તાર અને જેષ્ઠાનગરના રહીશો સહિત સેંકડો લોકો સ્વયંભૂ બંધ પાળી સ્મશાનયાત્રામાં જોડાયાં હતા. આ વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમ બંને સમાજના લોકો વસવાટ કરે છે. અંતિમયાત્રામાં મુસ્લિમો પણ જોડાયા હતા.

સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ સહુને અંતિમયાત્રામાં જોડાઈ દુ:ખની આ ઘડીમાં અન્ય પરિવારજનોને સાંત્વન આપવા અનુરોધ કર્યો હતો. એકસાથે દસ-દસ લોકોની નનામીઓ નીકળી ત્યારે માર્ગો પરની ચહલપહલ રીતસર થંભી ગઈ હતી. મૃતકોને ભુજના ખારી નદી સ્મશાનગૃહે લઈ જવાયાં હતા. દરમિયાન, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઇ, બ્રેઈન ડેડ થયેલી ૧૫ વર્ષીય નિકિતા કોટિયા નામની કિશોરોનું ગંભીર હાલતમાં ભુજની ખાનગી હૉસ્પિટલમાં બપોરે મોત નીપજતાં અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની સંખ્યા ૧૧ થઇ છે. વિદાય લેતા ઈશુના અંગ્રેજી વર્ષ ૨૦૧૮ પૂર્ણ થવાના ગણતરીના કલાકો પહેલાં જ, પૂર્વ કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮ એ પર આવેલા ભચાઉ નજીકના મોટી ચિરાઈ નજીક સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના દસ લોકો મોતને ભેટ્યા છે.

આ અકસ્માતની મળતી વિગતો પ્રમાણે ભચાઉ તાલુકાના મોટી ચીરઈ નજીક રવિવારની મોડી સાંજે મીઠું ભરીને આવતા ટ્રેઇલર અને એક ડમ્પર વચ્ચે ઇનોવા કાર દબાઈ જતાં, ભુજના એક જ પરિવારના ૧૦ સભ્યો કાળનો કોળિયો બની ગયા હતા. મૃતકોમાં ભુજના જેષ્ઠા નગરમાં ગણેશ ચોક નજીકના ભરત ભુવનમાં છેલ્લાં ૩૫ વર્ષથી સ્થાયી થયેલા અને રોનક ચોકમાં દુકાન ધરાવતા રમેશભાઈ ગિરધરલાલ કોટિયાના પરિવારના ૧૦ લોકો, અશોકભાઈ ગિરધારીલાલ કોટીયા (ઉં.વ ૪૪,ભુજ), પૂનમબેન રમેશભાઈ કોટીયા (ઉં.વ ૪૦), નિર્મળાબેન અશોકભાઈ કોટીયા (ઉં.વ ૩૮), મોનીકા દિનેશભાઇ કોટીયા (ઉં.વ.૧૫), નંદની અશોકભાઈ કોટીયા (ઉ.વ.૧૬), તૃપ્તિ અશોકભાઈ કોટીયા (ઉં.વ ૧૬), મોહીન રમેશભાઈ કોટીયા (ઉં.વ ૧૦), ભવ્ય અશોકભાઈ કોટીયા (ઉં.વ.૧૨), નિકિતા રમેશભાઈ કોટીયા (ઉ.વ ૧૫), હિતેશ સુનિલભાઈ ચિનિવાલ (ઉં.વ ૨૦, માધાપર), અર્જન સુનીલભાઈ કોટીયા (ઉં.વ ૧૮)નો આ હતભાગી પરિવારમાં સમાવેશ થાય છે.