Home » Breaking News » ખેડબ્રહ્માની કોલેજિયન યુવતીની હત્યા કરી લાશ ઝાડ ઉપર લટકાવી

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
8 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ખેડબ્રહ્માની કોલેજિયન યુવતીની હત્યા કરી લાશ ઝાડ ઉપર લટકાવી

ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે ઉપર કોલેજિયન યુવતીની હત્યા કરી લાશ ઝાડ ઉપર લટકાવી દીધાની વિગતો બહાર આવતાં જ સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. બનાવની જાણ થતાં ખેડબ્રહ્મા પોલીસ દોડી ગઈ હતી અને લટકતી લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. મૃતક યુવતી ખેડબ્રહ્મા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની છાત્રા હોવાનું જાણવા મળ્યું છે.

ખેડબ્રહ્માની જાણીતી ઈજનેરી કોલેજ નજીક હાઈવે ઉપર આવેલા ઝાડ ઉપર કોઈ યુવતી લટકતી હોવાની વિગતો બહાર આવતાં જોત જોતામાં મોટાં લોકટોળાં ઊમટયાં હતાં. યુવતીની હત્યા કરીને આત્મહત્યામાં ખપાવવા હત્યારાએ તરકટ રચ્યાની આશંકા સેવી હતી. કોઈ યુવતીની લાશ ઝાડ ઉપર લટકી રહી છે તેવી જાણકારી મળતાં ખેડબ્રહ્મા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં મૃતક યુવતીના પાસેથી મળી આવેલા ખેડબ્રહ્મા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આઈ.કાર્ડમાં પીન્કી છત્તરભાઈ ગમાર અને તે ખેડબ્રહ્માના પાંચમહુડા ગામની હોવાનું બહાર આવ્યું છે. તે બી.એ. સેમેસ્ટર-૧, ર માં અભ્યાસ કરતી હોવાનું પોલીસને જાણવા મળતાં પોલીસ દ્વારા યુવતીના વાલીવારસોને બોલાવી પૂછપરછ કરવામાં આવશે.