Home » Breaking News » રાજકોટ-જેતપુર હાઈવે બનશે સિક્સ લેન: દિલ્હી જવા ત્રણ ફ્લાઈટ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

રાજકોટ-જેતપુર હાઈવે બનશે સિક્સ લેન: દિલ્હી જવા ત્રણ ફ્લાઈટ

રાજકોટ: હાઈવે પર દિન પ્રતિદિન ટ્રાફિકનું ભારણ વધતું જાય છે ત્યારે રાજકોટ-જેતપુર ફોર લેન હાઇવેને સિક્સ લેન બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત રાજકોટ-દિલ્હી વચ્ચે અઠવાડિયામાં ત્રણ ફ્લાઈટ્સ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રાજકોટથી જેતપુરનો હાઇવે ફોર લેન છે, પરંતુ ત્યાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે જેના કારણે વાહન ચાલકોનો સમય અને શક્તિ વ્યર્થ જાય છે. જેના કારણે કેન્દ્ર સરકારે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું છે તે આ હાઇવેનો ૬૫ કિ.મી.નો માર્ગ હવે સિક્સ લેન કરવામાં આવશે.

ગોંડલ ચોકડી ખાતે ઓવરબ્રિજ પણ બનાવવામાં આવશે. આ ઓવરબ્રિજ અને સિક્સલેનનો સંયુક્ત ખર્ચ અંદાજિત ૨૦૦ કરોડ થવાની સંભાવના છે. રાજકોટમાં નવો આકાર પામનારો રિંગ રોડ ૮૧ કિલોમીટર લાંબો હશે. આ રિંગ રોડ રાજકોટની આસપાસ આવેલા ૨૯ ગામમાંથી પસાર થશે. આ રિંગ રોડ બનતા જ શહેર તરફ આવતો ટ્રાફિક બારોબાર ડાયવર્ટ કરી શકાશે. બહારના વાહનો શહેરમાં ન પ્રવેશવાને કારણે શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાશે. જે ગામોમાંથી આ રોડ પસાર થશે તેમાંથી ૧૯ ગામો રૂડામાં આવે છે જ્યારે ૧૦ ગામ રૂડાની હદમાં આવેલા છે. નવો બનનારો રિંગ રોડ ૯૦ મીટરનો પહોળો હશે. આ અંગે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે સોમવારે રૂડાના અધિકારીઓની બેઠક મળશે.

નોંધનીય છે કે રાજકોટની આસપાસ આવેલા આશરે ૫૨ જેટલા ગામોનો રૂડામાં સમાવેશ કરાયો છે. રાજકોટથી દિલ્હી અઠવાડિયામાં ૩ ફ્લાઈટ શરૂ કરવા અંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કરેલા પ્રસ્તાવ સામે ઍરપોર્ટ ઓથોરિટી, સિવિલ એવિએશન તરફથી મંજૂરી મળી ગઈ છે. થોડા સમયમાં જ રાજકોટના લોકોને અઠવાડિયામાં વધારાની ૩ રાજકોટ-દિલ્હી ફ્લાઈટનો લાભ મળશે. હવે ટૂંક સમયમાં જ અઠવાડિયામાં બુધવારે, શુક્રવારે અને શનિવારે વહેલી સવારે ૪ કલાકે વધારાની ૩ ફ્લાઈટ શરૂ કરાશે. શરૂ થનારી ફ્લાઈટનો શિડયુઅલ મોડી રાત્રે ૨.૨૦ કલાકે દિલ્હીથી ટેકઓફ થઇ વહેલી સવારે ૪ કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડિંગ થશે. રાજકોટથી દિલ્હી જવા આ ફ્લાઈટ વહેલી સવારે ૪.૪૦ કલાકે ટેકઓફ થશે અને ૬ કલાકે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થશે.