Home » Gujarat » Ahmedabad » ગુજરાતમાં મતદાર યાદીમાં નવા ૧૦ લાખ મતદારો ઉમેરાયા

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
6 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
8 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
12 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ગુજરાતમાં મતદાર યાદીમાં નવા ૧૦ લાખ મતદારો ઉમેરાયા

અમદાવાદ: રાજ્યભરમાં સપ્ટેમ્બર-૧૮થી શરૂ થયેલી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વધુ ૧૩ દિવસ લંબાવાઈ છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ગુજરાતની મતદાર યાદીમાં ૧૦ લાખ મતદારો નવા ઉમેરાયા હતા અને સામે ૩ લાખ મતદારો રદ થતાં કુલ ૭ લાખ જેટલા મતદારો વધ્યા હતા.

સપ્ટેમ્બર-૨૦૧૮ના રોજ સંક્ષિપ્ત સુધારાણા ઝુંબેશ શરૂ થઈ ત્યારે પુરૂષો ૨.૨૯ કરોડ અને સ્ત્રીઓ ૨.૧૧ કરોડ મળીને કુલ મતદારો ૪.૪૦ કરોડ જેટલા હતા અને એમા પણ છેલ્લા એક વર્ષમાં આશરે ૭ લાખ મતદારો નવા ઉમેરાયા હતા. એક વર્ષ પહેલાં સપ્ટેમ્બર-૧૮ની સ્થિતિએ પુરૂષો ૨.૨૫ કરોડ અને સ્ત્રીઓ ૨.૦૭ કરોડ મળીને કુલ મતદારો ૪.૩૩ કરોડ જેટલા હતા. રાજ્યમાં નવી મતદાર યાદી ૪ જાન્યુઆરીએ પ્રસિદ્ધ થવાની હતી પરંતુ ટેક્નિકલ કારણોસર જિલ્લાસ્તરેથી ડેટા અપડેટ નહિ થવાથી બે અઠવાડિયા સમય લંબાવાયો છે. ભૂતકાળમાં અનેક વખત સુધારણા કાર્યક્રમને લંબાવાયો છે. રાજ્યમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ બાદ રાજ્યમાં જિલ્લાવાર તથા વિધાનસભા ક્ષેત્રવાર નવી મતદારયાદીઓ જાહેર કરવામાં આવશે, જે લોકસભા ચૂંટણી માટે ફાઈનલ મતદાર યાદી ગણાશે અલબત્ત ચૂંટણી સુધી આ યાદીમાં નવા મતદારો તેમના નામ સામેલ કરાવી મતદાન કરી શકશે.

દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાત કચેરી દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશની સાથોસાથ ચૂંટણી માટે ઉપયોગમા લેવાનારા સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી અને મતદાર કેન્દ્રો ખાતે વ્યવસ્થા ચકાસણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અત્યારથી જ મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા સહિતની સુધારાની કામગીરી ચાલી રહી છે.