Home » Breaking News » યુવાનના લાપતા થવાની ઘટનામાં ડૉ. શ્યામ રાજાણી સહિત ત્રણની ધરપકડ

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

યુવાનના લાપતા થવાની ઘટનામાં ડૉ. શ્યામ રાજાણી સહિત ત્રણની ધરપકડ

સૂત્રાપાડા પંથકના પ્રાંસલી ગામના યુવાનના રહસ્યમય સંજોગોમાં લાપતા થવાની ઘટનામાં રાજકોટની લાઈફ કેર મલ્ટી સ્પેશ્યાલિટી ક્લિનિકના તબીબ અને તેના બે કર્મચારીઓ સહિત શખ્સોની બી ડિવિઝન પોલીસે આજે મોડી રાત્રે વિધિવત્ ધરપકડ કરી છે. સૂત્રાપાડાના પ્રાંસલી ગામે રહેતો મયૂર મોરી નામનો યુવાન છેલ્લા એક વર્ષથી રાજકોટના કુવાડવા રોડ પર આવેલી ડો. શ્યામ હેમંતભાઈ રાજાણીની લાઈફ કેર મલ્ટી સ્પેશ્યાલિટી ક્લિનિક ખાતે કામ કરતો હતો.

મયૂર ડો. રાજાણીની પત્નીની પોતાના વિરુધ્ધ ભડકાવતો હોવાની તથા આ કારણે પોતાના છૂટાછેડા થયા હોવાની શંકા રાખી ડો. રાજાણીએ મયૂરને બળજબરીપૂર્વક ઉઠાવી કારમાં ગોંધી રાખી તેને માર માર્યો હતો. જોકે, આ ઘટના બાદથી આજે ૨૨ દિવસ બાદ પણ મયૂરનો કોઈ પતો નથી. મયૂરને માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી.

દરમિયાનમાં આજે મોડી રાત્રે પ્રાંસલી ગામેથી મયૂર મોરીના પરિવારજનો ગામના સરપંચ સાથે રાજકોટ આવ્યા હતા અને બી ડિવિઝન પોલીસ મથકમાં સરપંચ નરશીભાઈ ગોવિંદભાઈ જાદવે ડો. શ્યામ રાજાણી, રાહુલ પઢિયાર અને રાજુ સામે વિધિવત્ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેય સામે મયૂર મોરીનું અપહરણ કરી તેને ગોંધી રાખી માર મારવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી લાપતા મયૂરને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.