Home » Gujarat » Bhuj » કચ્છ કૉંગ્રેસના યુવા નેતા મહેશ આહિરનો પોતાને ગોળી મારી

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
8 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
9 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
10 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
11 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
14 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

કચ્છ કૉંગ્રેસના યુવા નેતા મહેશ આહિરનો પોતાને ગોળી મારી

ભુજ: કચ્છ કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખના પૂર્વ જિલ્લા પ્રમુખ, કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને જિલ્લા કૉંગ્રેસના મંત્રી મહેશ ચમનભાઈ આહીર (ઉં.વ. ૩૨, રહે. ઘનશ્યામનગર, અંજાર)એ પોતાના માથામાં લાયસન્સવાળી બંદૂકથી ગોળી મારી, આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. ગત ચોથી તારીખે રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં મહેશભાઈએ તેમની સવાસર નાકે આવેલી ઓફિસમાં માથામાં જમણી બાજુ ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને તુરંત અંજારમાં ડૉક્ટર શ્યામસુંદરની હૉસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. જો કે, હાલત ગંભીર હોઈ ગાંધીધામની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં લઈ જવાયાં હતા.

તબિયત નાજુક બનતાં મહેશભાઈને રાજકોટમાં આવેલી સ્ટર્લિંગ હૉસ્પિટલમાં ખસેડાયાં છે. હાલ તે બેશુદ્ધ અવસ્થામાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું. મહેશ આહિર અંજાર વિધાનસભા બેઠકના કૉંગ્રેસના યુવા અને અગ્રણી નેતા છે અને તેઓ ગત વિધાનસભા ચૂંટણીમાં અંજાર બેઠકના દાવેદારો પૈકીના એક મજબૂત દાવેદાર ગણાતા હતા. પ્રદેશ સ્તરે કૉંગ્રેસના નેતાઓ સાથે સંબંધો ધરાવતાં મહેશ આહીર મુંદરાના મોખા ટોલનાકામાં અગાઉ ભાગીદારી ધરાવતા હતા, જયારે અંજારના ચાંદ્રોડામાં તેમનો એક પેટ્રોલપંપ પણ આવેલો છે. ગત શુક્રવારની રાત્રે બનેલી ચકચારી ઘટના અંગે અંજાર પોલીસે ઢાંકપિછોડો કર્યો હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.