Home » Gujarat » Ahmedabad » ઘાટલોડિયામાં માસૂમ બાળકની હત્યા 13 વર્ષના કિશોરે કરી હતી

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ઘાટલોડિયામાં માસૂમ બાળકની હત્યા 13 વર્ષના કિશોરે કરી હતી

ત્રણ વર્ષના પુત્રને આયાના ઘરે રાખ્યો હતો 

ઘાટલોડિયામાં ત્રણ વર્ષના બાળકની સગીરે લાકડીઓ મારીને હત્યા કરી હોવાનું પોસ્ટ મોર્ટમના રિપોર્ટના આધારે પર્દાફાશ થયો છે. મૃતક ટાઈગરનું ૧૮મી ઓકટોબરના રોજ મૃત્યુ નિપજયુ હતુ. જેનો રિપોર્ટ આજે આવતા ઘાટલોડિયા પોલીસે ૧૩ વર્ષના કિશોર સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે, મૃતક ટાઈગર સાર-સંભાળ માટે જે મહિલાના ઘરે રહેતો હતો તેના જ પુત્રએ લાકડી અને હાથ વડે માર-મારતા તેનું મોત નીપજયુ હતુ.

હત્યા કરનાર કિશોર ધોરણ -૬માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળે છે. સામાન્ય રીતે પીએમ રિપોર્ટ ૪૮ કલાકમાં તપાસનીશ અધિકારીને આપવાનો હોય છે. અહીં ૩ વર્ષના ટાઈગરનો પીએમ રિપોર્ટ ઘટનાને ૮૦ દિવસ બહાર આવ્યો હતો.એટલે પીએમ રિપોર્ટ ઘાટલોડિયો પોલીસ મોડો લાવી કે, સિવિલ હોસ્પિટલના સત્તાવાળાએ મોડો આપ્યો તે તપાસનો વિષય બને છે. એટલુ જ નહીં ઘાટલોડિયા પોલીસ કે ડોકટર જવાબદાર હોય તો તેની સામે કાર્યવાહી થશે કે કેમ?

ઘાટલોડિયામાં રહેતા રીક્ષા ડ્રાઈવર કમલેશ પંચાલને પાંચ વર્ષની પુત્રી શ્વેતા અને ત્રણ વર્ષનો ટાઈગર નામનો પુત્ર હતો. પત્ની સાથે મનમેળ ન હોવાથી કમલેશભાઈ અને તેના બે સંતાનો સાથે રહેતા હતા. તેમજ એકલા હોવાથી ઘાટલોડિયાની હીરાબાગ સોસાયટીમાં રહેતા એક પરિવારના ઘરે રૂ.૮ હજાર આપી બંને બાળકોને સાર સંભાળ માટે મૂકયા હતા.