Home » Gujarat » Ahmedabad » અહેમદ પટેલની જીતને પડકારતી રિટમાં હાઇકોર્ટ ઇશ્યુ ફ્રેમ કરશે

News timeline

Bhuj
1 min ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
5 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

અહેમદ પટેલની જીતને પડકારતી રિટમાં હાઇકોર્ટ ઇશ્યુ ફ્રેમ કરશે

અરજીના વિવિધ મુદ્દા નક્કી કરાશે : ૧૧મીએ વધુ સુનાવણી

અમદાવાદ-  અહેમદ પટેલની રાજ્યસભામાં જીતને પડકારતી રિટ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ હવે પીટિશનના ઇશ્યુ ફ્રેમ કરશે એટલે કે અરજીના વિવિધ મુદ્દાઓ નક્કી કરશે. અરજી અંગેની વધુ સુનાવણી ૧૧મી જાન્યુઆરીએ હાથ ધરાશે. ઓગસ્ટ-૨૦૧૭માં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલ સામે ભાજપના બળવંતસિંહ રાજપૂતનો પરાજય થયો હતો. અહેમદ પટેલની જીત ગેરકાયદે હોવાની રજૂઆત કરતી ઇલેક્શન પીટિશન ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદી સમક્ષ કરવામાં આવી છે. આ અરજી ચલાવવા યોગ્ય ન હોવાની રજૂઆત અહેમદ પટેલે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કરી હતી.

જો કે ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે અહેમદ પટેલને આ અરજીની ટ્રાયલનો આદેશ આપતા ગુજરાત હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરાઈ છે. અરજદાર બળવંતસિંહ રાજપૂતની હાઇકોર્ટ સમક્ષ રજૂઆત છે કે કોંગ્રેસના બે અસંતુષ્ટ ધારાસભ્યોએ તેમને મત આપ્યો હતો. જો કે ચૂંટણીપંચે આ બન્ને મત રદ કરતા અહેમદ પટેલનો વિજય થયો હતો. ચૂંટણીપંચનો આ નિર્ણય ગેરકાયદે હોવાની રજૂઆત અરજદારની છે.