Home » Gujarat » Bhuj » અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને BJP નેતા જયંતી ભાનુશાળીની હત્યા

News timeline

Bhuj
4 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
8 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને BJP નેતા જયંતી ભાનુશાળીની હત્યા

BJP અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સયાજીએક્સપ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. મોરબી અને માળિયા વચ્ચે ટ્રેનમાં ગોળી મારવામાં આવી. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ટ્રેનમાં ઘૂસી ગોળી મારી હતી. તેઓ ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા.  

તેમને એક ગોળી છાતીમાં અને એક ગોળી આંખમાં વાગી હતી. કટારિયા-સૂરજબારી સ્ટેશન વચ્ચે આ ઘટના બની હતી. તેઓ ટ્રેન નંબર 19116માં સવાર હતા. આ હત્યા અંગત અદાવતમાં કરવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

મોરબી જિલ્લાના પોલીસ વડા સહિત પોલીસ કાફલો તૈનાત થઇ ગયો છે. આ મામલે FSLની પણ મદદ લેવામાં આવી રહી છે. જયંતી ભાનુશાળી પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ હતા.

જયંતી ભાનુશાળીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવશે.  જ્યંતી ભાનુશાળીના અંતિમ સંસ્કાર અમદાવાદમાં કરાશે.

રેલ્વે સાથે સંકળાયેલા મર્ડરની થિયરી પર પોલીસ તપાસ કરશે. રેલ્વે પોલીસે SITની રચના કરી. રાજકોટ DySPની પણ મદદ લેવાશે. રેલ્વે LCBના એક PI, 2 PSI તથા પોલીસ કોન્સ્ટેબલનો પણ સમાવેશ કરાશે.