Home » Gujarat » Bhavnagar » ગુજરાત બાદ હવે કેન્દ્ર સરકારે પણ લોલીપોપ આપી: હાર્દિક પટેલ

News timeline

Bollywood
3 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

ગુજરાત બાદ હવે કેન્દ્ર સરકારે પણ લોલીપોપ આપી: હાર્દિક પટેલ

સવર્ણને અનામતએ એક રાજકીય નિર્ણય છે. આ પ્રકારની અનામત સંવૈધાનિક રીતે શક્ય નથી. આ માત્ર લોલીપોપ છે. આ માત્ર લોકસભાની ચૂંટણીલક્ષી નિર્ણય છે. માટે સરકારે જે કર્યું તે અયોગ્ય છે એવું પાસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણય અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સવર્ણોના વોટને પોતાના તરફ આકર્ષવાનો આ સરકારનો ધંધો હોઈ શકે છે. અને નરેન્દ્રભાઈનો એ બાબતના માસ્ટર છે કે કઈ રીતે જાહેરાતો કરવી, કઈ રીતે બધાને આકર્ષવા, કઈ રીતે લોકોને મૂર્ખ બનાવવા. જો એવો પ્રયાસ હોય તો લોકોએ જાગૃત થવાની જરૂર છે. જો સરકાર તમને વારંવાર મૂર્ખ બનાવતી રહેશે તો મને લાગે છે કે લોકોએ સરકાર સામે પોતાનો અવાજ મક્કમતાથી ઉઠાવવો પડશે.

હાર્દિક પટેલે એવું પણ કહ્યું હતું કે, જો ૧૦ ટકા અનામત આ બંધારણીય રીતે લાગુ નહીં થાય તો મોદી સાહેબે લોકોને નવી લોલીપોપ આપી છે. સમગ્ર દેશમાં સવર્ણ સમાજનો ઉગ્ર વિરોધ વધી રહ્યો છે તેને ડામવાનો આ પ્રયાસ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ કે ગુજરાત હોય જે વિસ્તારોમાં બ્રાહ્મણો કે રાજપૂત એમના વિરોધમાં. ગુજરાતમાં પટેલ સમાજ તેમના વિરોધમાં છે તેને ડામવાનો આ પ્રયાસ હોઈ શકે છે. પણ જ્યાં સુધી ઠરાવ નહીં વાંચું ત્યાં સુધી તેની ખબર નહીં પડે. ૧૦ ટકા અનામત માટે કયો ફોમ્યૂલા શું છે તે જોવું પડશે? કયા કયા સમાજને સમાવવામાં આવ્યા છે તે જોવું પડશે? બંધારણીય હશે કે ગેરબંધારણીય હશે તે જોવું પડશે. આર્થિક આધારે આપી છે કે સામાજિક આધારે આપી છે તે પણ ચેક કરવું પડશે. કેબિનેટના ઠરાવને પણ સમજવો પડશે. સામાજિક, રાજકીય અને આર્થિક આ ત્રણેય પાસાઓને જોવા પડશે.