Home » Gujarat » Bhuj » જયંતી ભાનુશાળી હત્યાકેસની તપાસ માટે સીટની રચના

News timeline

Bollywood
3 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

જયંતી ભાનુશાળી હત્યાકેસની તપાસ માટે સીટની રચના

કચ્છ ભાજપના વરિષ્ઠ નેતા જયંતી ભાનુશાળીની હત્યાકેસમાં પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યો છે. ભાનુશાળી મોડીરાત્રે ટ્રેનમાં અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે જ માળિયા નજીક ટ્રેનમાં હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ રેલવે સીટ બનાવીને કરી રહ્યું છે. જેમાં રેલવેનાં ડીવાયએસપી પી.પી. પિરોજિયાને તપાસ સોંપવામાં આવી છે. આ તપાસમાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાંચ ઉપરાંત સીઆઈડી ક્રાઈમ અને એટીએસ પણ જોડાયા છે સીઆઈડી ક્રાઈમ સહિત તપાસ એજન્સીઓએ હત્યારાઓ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સીઆઈડી ક્રાઈમના ડીજી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ભાનુશાળીની આજુબાજુમાં ટ્રેનમાં બેઠેલા મુસાફરોની પૂછતાછ કરવામાં આવી રહી છે, મોબાઈલફોનની ડિટેલ્સ મેળવી રહ્યા છીએ. આ બનાવની સૌથી પહેલા આરપીએફને જાણ થઈ હતી.