Home » Breaking News » મંદ્રોઇમાં કંપની દ્વારા ગેસ છોડાતા 12 ગામોની વસ્તીને દુર્ગંધની અસર

News timeline

India
10 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
33 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
38 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

મંદ્રોઇમાં કંપની દ્વારા ગેસ છોડાતા 12 ગામોની વસ્તીને દુર્ગંધની અસર

સુરત- ઓલપાડના અસનાડ-મંદ્રોઇ ગામે આવેલી લુના કેમિકલ કંપની દ્વારા દુર્ગધ મારતો ગેસ છોડાતો હોવાથી આજુબાજુના ૧૨ ગામોના રહીશોનુે જીવવાનું દોજખ ભર્યુ બનતા ગ્રામજનો દ્વારા ફરિયાદ થઇ છે.

ઓલપાડ તાલુકાના મંદ્રોઇ ગામ નજીક લુના કેમિકલ કંપની આવી છે. હાલના શિયાળાની ઋતુમાં કંપની દ્વારા દુર્ગધ મારતો ગેસ છોડવામાં આવતો હોવાથી આજુબાજુના કુંભારી, હાથીસા, સોંદલાખારા, મીંઢી, નધોઇ, દેલાસા, મોર-ભગવા, પારડી, કરંજ નેશ ભટગામ જેવા ગામોમાં આ દુર્ગધ ફેલાઇરહી છે. જેથી ગામના રહિશોને ઘણીવાર ગુંગળામણ અનુભવાય છે.

આ અંગે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માં ફરિયાદ કરાઇ છે. મીંઢી ગામના રતિલાલ પટેલ આ ફરિયાદ અંગે જણાવે છે કે, આ કંપની દ્વારા દરરોજ ઝેરી દુર્ગધ મારતો ગેસ છોડી દરેક ગામોના નાગરિકોના આરોગ્ય સાથે ચેંડા થઇ રહયા છે. આ અંગે તપાસ કરીને સ્થાનિક લોકોને આ ત્રાસ અને આરોગ્યલક્ષી જોખમમાંથી મુક્ત કરાવવા ફરિયાદ સાથે રજૂઆત થઇ છે.